• જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનાં સભ્યો તેમજ સરપંચને વેતન આપવા વિનંતી કરી
  • જો સભ્યોને પગાર આપવામાં આવે તો ગ્રામ પંચાયતમાં થતાં ભ્રષ્ટ્રાચારનાં બનાવો અટકી શકે તેમ છે

WatchGujarat.વડોદરામાં વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રીને પત્ર લખીને જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનાં સભ્યો તેમજ સરપંચને પગાર પેટે વેતન આપવાની રજૂઆત કરી છે.ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે વાઘોડિયામાં રાખવામાં આવેલ સન્માન સમારંભમાં રજૂઆત કરી હતી.

ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું હતુ કે ગ્રામ્ય પ્રજાજનો માટે સરકારી કામકાજને લઇને જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અવાર-નવાર આવવુ પડે છે.જેમાં આદિવાસી,દલિત સમાજ,ઓ.બી.સી વર્ગના જિલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા તેમજ સરપંચ ગરીબ હોય છે.તેઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય છે. જેના કારણે જિલ્લા-તાલુકા કચેરીમાં સમયસર પહોંચી શકતા નથી.જેના કારણે સરકારી યોજનાનો લાભ છેવાડાનાં ગામડા સુધી પહોંચતો નથી. તેમજ સરપંચને કોઇ પણ પ્રકારનું વેતન આપવામાં આવતુ ન હોવાથી ગ્રામ પંચાયતોમાં થતા ભ્રષ્ટ્રાચારનાં બનાવો બનતા હોય છે. જો આ સભ્યોને પગાર આપવામાં આવે તો ગ્રામ પંચાયતમાં થતાં ભ્રષ્ટ્રાચારનાં બનાવો અટકી શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યએ વધુમાં જણાવ્યુ હતુ કે જિલ્લા-તાલુકા પંચાયતનાં સદસ્યોને પગાર પેટ માનદવેતન આપવામાં આવે તેવી ભલામણ કરી છે .તેમજ આગામી વિધાનસભામાં આ અંગેની ચર્ચા કરવા વિનંતી કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud