• વડોદરા શહેરમાં વર્ષો જૂની પરંપરા મુજબ ભગવાનનો વરઘોડો નિકળ્યો
  • રાજવી પરિવાર અને કોર્પોરેશનના મેયર કેયૂર રોકડિયાએ કરી પૂજા
  • ભાવિ ભક્તો દ્વારા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાનાં નાદ ગૂંજી ઉઠ્યા

WatchGujarat. આજે દેવદિવાળી એટલે કે કારતક સુદ અગિયારસ. આજના દિવસે વડોદરામાં એક વર્ષોથી પરંપરા ચાલતી આવી છે અને એ છે ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્ચા પર નિકળે છે. ત્યારે આજે દેવઉઠી અગિયારસ નિમિત્તે વડોદરાના ચાર દરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો હતો.

સૌ પ્રથમ શહેરના માંડવી વિઠ્ઠલનાથજી મંદિર પરિસરમાં રાજવી પરિવાર અને વડોદરાનાં મેયર કેયૂર રોકડિયા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યાર બાદ ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીની પાલખીમાં બેસીને નગરચર્ચાએ નિકળ્યા હતા. સવારે 9.00 વાગે રાજવી પરિવારના રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ સહિત મેયર કેયુર રોકડીયાઅને પૂજારી હરિઓમ વ્યાસ દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી. ત્યાર વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. ભગવાન વિઠ્ઠલનાથજીને ચાંદીની પાલખીમાં બિરાજમાન કરી પાલખી ટેમ્પોમાં મુકવામાં આવી હતી. આ તકે ભાવિ ભક્તો દ્વારા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાનાં નાદ ગૂંજી ઉઠ્યા હતા.

બેન્ડબાજા અને શરણાઇના નાદ સાથે વાજતે-ગાંજતે ભગવાન નગરચર્ચાએ નિકળ્યા હતા. જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ પણ જોડાયા હતા. વરઘોડાનું ઠેર ઠેર આરતી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન વિઠ્ઠલનાથજીની શોભાયાત્રા  મધ્યાહને શહેરના કીર્તિમંદિર સ્થિત આવેલ ગહેનાબાઈ મહાદેવ ખાતે જશે ત્યાં જ્યાં પૂજન અર્ચના સાથે આરતી કરવામાં આવશે અને પ્રભુને ભોગ ધરાવાશે. ત્યારબાદ ઢળતી સંધ્યાએ ગહેનાબાઈ મહાદેવથી વરઘોડો પુનઃ નિજમંદિરે પરત ફરશે.

Facebook Comments Box

Videos

Our Partners