• પાલિકાની ઇમેજ ચમકાવતી સોશિયલ મીડિયા પોસ્ટમાં લોકોએ તંત્રને અરીસો બતાવ્યો
  • એક યુઝરે લખ્યું કે, ટેક્સ પુરો ભરીએ ને કોઇ સફાઇ કરવા આવતું નથી
  • હાલની સ્થિતીએ પાલિકાની તે પોસ્ટ પર 12 જેટલી કોમેન્ટ કરીને લોકોએ તેમની સ્થિતી વર્ણવી
  • અન્ય એક યુઝરે લખ્યું કે, કંઇ પણ કરી લો, કશું જ નહિ થાય

WatchGujarat. આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છીએ. કોઇ પણ નિર્ણય, ઘટના, સરકારનું પગલું સહિતના તમામનું સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બને છે. કેટલીક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના ખરા સ્વાભાવનો પરચો પણ મળી જ જતો હોય છે. વડોદરાની પાલિકા દ્વારા તેમના સોશિયલ મીડિયા પેજ ઇન્સ્ટાગ્રામ પર મિશન 2022 અંતર્ગત શહેરને સ્વચ્છ બનાવવાની પોસ્ટનું પણ કંઇક આવું જ થયું. પોસ્ટના કોમેન્ટ બોક્સમાં લોકોએ પાલિકાના તંત્રને અરીસો બતાવ્યો છે. અને કયા પ્રકારની હકીકતની પરિસ્થીતીઓ સાથે જીવવું પડી રહ્યું છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે.

પાલિકા દ્વારા ગતરોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ક્લિન અને ગ્રીન એ આપણું સ્વપ્ન છે તેવું લખીને પોસ્ટ મુકવામાં આવી હતી. પોસ્ટમાં વધુમાં લખ્યું હતું કે, મિશન – 2022 અંતર્ગત વડોદરાને પહેલા નંબરનું સ્વચ્છ શહેર બવાનનું છે. જો કે પાલિકાનો ઉદ્દેશ્ય તો સારો છે. આ પોસ્ટના કોમેન્ટમાં લોકોએ પાલિકાને અરીસો બતાવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલની સ્થિતીએ પાલિકાની તે પોસ્ટ પર 12 જેટલી કોમેન્ટ કરીને લોકોએ તેમની સ્થિતી વર્ણવી છે. આગામી સમયમાં તેની સંખ્યા વધી શકે છે.

એક યુઝર લખે છે કે, મારા ઘરની પાછળ જ ગટર ખુલ્લી છે, તો અન્ય યુઝર લખે છે કે, 1 અઠવાડિયાથી સફાઇ કરવા કોઇ આવતું નથી. ટેક્સ પુરો ભરીએ ને કોઇ સફાઇ કરવા આવતું નથી. વધુ એક યુઝર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ બંધ નહિ થાય ત્યાં સુધી આ શક્ય નથી તેમ જણાવી રહ્યો છે.

એક યુઝર લખે છે કે, જાતે કોઇ ડેવલપમેન્ટ નથી કરવું. બધું પબ્લીક જોડે જ કરાવવું છે. આવો ક્યારે બીલ બાન્કોની પાછળ આપણું વડોદરા જોવા. વધુ એક યુઝર લખે છે કે, હા પણ પ્લાસ્ટીનો રોજબરોજનો ઉપયોગ બંધ રરપવો જોઇએ. અન્ય યુઝર કંઇ પણ કરી લો, કશું જ નહિ થાય તેવો નિરાશાવાદ પ્રગટ કરી રહ્યો છે. ત્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે, ખાલી સોશિયલ મીડિયા પર જ બાકી બહું ગંદુ છે વડોદરા.

પાલિકાની પોસ્ટ પરથી તદ્દન વિપરીત લોકો કોમેન્ટ કરીને પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. આગામી સમયમાં રાજ્યમાં ચુંટણી યોજાનાર છે. તેને લઇને સોશિયલ મીડિયા પર વધુમાં વધુ લોકો પોતાનો બળાપો કાઢે તો નવાઇ નહિ.

(નોંધ: ઉપરોક્ત તમામ માહિતી પાલિકાના @Vmcvadpdara ઇન્સ્ટાગ્રામ હેન્ડર પરથી લેવામાં આવી છે.)

Facebook Comments Box

Videos

Our Partners