• વાઘોડીયા તાલુકાના સાકરીયા ગામની સીમમાં આવેલ જમીનમાં પ્લોટો પાડી વેચવામાં આવ્યા હતા
  • જમીના મુળ માલિકે જમીન વેચાઈ ગઈ હોવા છતા, ફરિ અન્યને વેચી મારી હતી
  • પ્લોટો વેચનારે કેટલાક પ્લોટો વેચી દિધા હોવા છતા, તેના તે પ્લોટો બીજીવાર અન્યને વેચી માર્યા હતા
  • સમગ્ર મામલે વાઘોડીયા પોલીસે છેતરપીંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલ વાઘોડીયા તાલુકાના સાકરીયા ગામની સીમમાં આવેલ સર્વે નં.19 જમીનના મુળ માલિકે અન્ય એક શખ્સને પાવર ઓફ એટર્ની કરી આપી પ્લોટ પાડી જમીન વેચવા આપી હતી. જેમાંથી કેટલાક પ્લોટો વેચાઈ ગયા હોવા છતાં જમીનના મુળ માલિકે તેની જમીન ફરી એકવાર અન્ય શખ્સને વેચી દિધી હતી. આટલું જ નહીં જમીનની પાવર ઓફ એટર્ની ધરાવનાર શખ્સે વચેલા પ્લોટ પણ ફરી અન્યને વેચી માર્યા હતા. આ મામલે વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીઓની અટકાયત કોરોના રીપોર્ટ અંગેની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વાઘોડીયા તાલુકાના ભણીયારા ગામમાં રહેતા મણીલાલ રણછોડભાઈ પંચાલની સાકરીયા ગામની સીમમાં સર્વે નં. 19 વાળી જમીન આવેલી છે. જે જમીન તેઓએ પંકજભાઈ હસમુખભાઈ ચોક્સી(રહે, ફતેગંજ બ્લ્યુ ડાયમંડ)ને પાવર ઓફ એટર્ની કરી આપી તેમા પ્લોટો પાડી વેચવા આપી હતી. આ જમીનમાં પંકજભાઈએ 178 જેટલા પ્લોટો પાડી અલગ અલગ ગ્રાહકોને વેચ્યા હતા. આ દરમિયાન 1997માં પંકજભાઈએ મુળ અમદાવાદના અને હાલ અમેરિકામા રહેતા આશુબેન પટેલ અને આનંદ પટેલ તેમજ મુળ નડીયાદના અને હાલ અમેરિકામાં રહેતા કમલેશ પટેલ અને નિશા પટેલને અલગ અલગ પ્લોટો વેચ્યા હતા.

આ ચારે જણાએ અવારનવાર તેમના પ્લોટોનું મહેસુલ ભર્યું હતું. પરંતુ વર્ષ 2020માં તેઓ જ્યારે તલાટી પાસે મહેસુલ ભરવા ગયા હતા. ત્યારે તલાટીએ તેઓને મહેસુલ લેવાની ના પાડી દિધી હતી. અને જણાવ્યું હતું કે, જમીન વેચાઈ ગઈ છે. આ બાદ હકક પત્ર છ ના ઉતારા કાઢી તપાસ કરાતા જમીનના મુળ માલિક મણીલાલે તે જમીન પુરે પુરી 16 વીઘા વર્ષ 2011માં સુરતના ભરત વાઘાણીને રૂ.75 લાખમાં વેચી મારી હતી. તેમજ પ્લોટો વેચનાર પંકજભાઈએ અગાઉ કેટલાક વેચેલા પ્લોટો અન્યને ફરિથી વેચી માર્યા હતા. જેટલા લોકોને જમીન વેચવામાં આવી હતી. તેઓને જમીનનો કબ્જો સોંપવામાં આવ્યો નહતો. તેમજ મણીલાલે અને પંકજભાઈ એકબીજાની મદદગારી થકી આ છેતરપીંડી આચરી હતી. જો કે આ મામલો બહાર આવતા વાઘોડીયા પોલીસ સ્ટેશન ખાતે છેતરપીંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હોઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી કોરોના રીપોર્ટ અને અન્ય કાર્યવાહી અંગેની તજવીજ હાથ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud