છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વડોદરા સહિતના વિસ્તારોમાં જોરદાર બેટીંગ કરી
વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા અને પાણીના સંકટ અને ગરમીથી લોકોને રાહત મળી
વરસાદે વિરામ લીધા બાદ પણ આજે વાઘોડિયાના રોડ – રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળ્યા
પાણી ફરી વળતા અહિં વાહન વ્યવહાર ખોરવાયો અને કલાકો સુધી લોકો રસ્તા પર ટ્રાફીક જામમાં ફસાયા
WatchGujarat. વડોદરામાં ગતરોજ સાંજથી વરસાદે વિરામ લીધો હતો. અને આજે સવારે તો કેટલાય દિવસો પછી સુર્યપ્રકાશ જોવા મળ્યો હતો. ત્યારે આજે વરસાદનો વિરામ છતાં વાધોડિયા વિસ્તારના રોડ રસ્તાઓ પાણીથી તરબતર જોવા મળતા તંત્રની પોલ ખુલી જવા પામી છે. અહિંયાથી પસાર થઇ રહેલા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષની લાગણી જોવા મળી રહી છે.
https://youtu.be/WzWMv5ouAto
એક સમય એવો હતો જ્યારે ભર ચોમાસામાં વરસાદ નહિ પરંતુ આકાશમાંથી આગ વરસી રહી હતી. ભર ચોમાસે ભર ઉનાળાની રૂતુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે તમામ લોકો વરસાદની આતુરતુ પુર્વક રાહ જોઇ રહ્યા હતા. હવે છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વડોદરા સહિતના વિસ્તારોમાં જોરદાર બેટીંગ કરી હતી. જેને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા હતા. અને પાણીના સંકટ અને ગરમીથી લોકોને રાહત મળી હતી. પરંતુ આજની સ્થિતીએ વરસાદે ગતસાંજથી વિરામ લીધો છે. એટલું જ નહિ પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી કાળા વાદળોનું સામ્રાજ્ય આજે દુર થયું હતું. અને સુર્યપ્રકાશ જોવા મળ્યો હતો.
ત્યારે હવે વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વરસાદે વિરામ લીધા બાદ પણ આજે વાઘોડિયાના રોડ – રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. જેને લઇને અહિંયાથી પસાર થતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષની લાગણી જોવા મળી રહી હતી. ભારે વરસાદની સ્થિતીમાં વડોદરામાં પણ પાણી ભરાઇ જવાની સમસ્યા અનેક વખત સર્જાતી હોય છે. પરંતુ વરસાદ વિરામ લેતા જ પાણી ઉતરવાના શરૂ થઇ જાય છે. તેનાથી વિપરીત આજે વાઘોડિયાના રોડની સ્થિતી જોવા મળી રહી છે. પાણી ફરી વળતા અહિં વાહન વ્યવહાર ખોરવાયો હતો. અને કલાકો સુધી લોકો રસ્તા પર ટ્રાફીક જામમાં ફસાયા હતા.