• હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા
  • તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા
  • 30 જેટલા વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા

WatchGujarat.રાજ્યમાં કોરોનાએ માથું ઉચક્યું છે. રાજ્યનાં મોટા શહેરોમાં સ્કૂલ,કોલેજ અને યુનિવર્સિટીમાં કોરોનાએ એન્ટ્રી મારી છે. માટે કોરોના પોઝીટીવ આવતી શાળાઓ બંધ કરવાનો પણ નિર્ણય કરાયો છે જ્યારે વડોદરાની વાત કરીએ તો શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે મંગળવારે કોરોના 17 કેસ પોઝિટિવ નોંધાયા હતા જ્યારે બુધવારે 10 કેસનો વધારો થઈ 27 કેસ નોંધાયા હતા.જે 58 ગણા વધારે છે. જ્યારે હવે એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલનાં વોર્ડન કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળી રહ્યા છે.

મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ એમ.એસ.યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલની વોર્ડન કોરોના પોઝિટિવ આવ્યા છે જેને લઇને હોસ્ટેલ ખાતે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી. હોસ્ટેલમાં રહેતા તમામ વિધાર્થીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.આ સાથે હોસ્ટેલનાં તમામ રૂમોને સેન્ટાઈઝ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 30 જેટલા વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં હાલમાં 130 જેટલા એક્ટિવ કેસ છે જે પૈકી 4 કેસ ગંભીર હોવાનું સપાટી પર આવ્યું છે, જો કે બુધવારે 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 195 દિવસ બાદ 27 કેસ નોંધાયા છે. છેલ્લે 17 જૂને 31 કેસ નોંધાયા હતા. કોરોનાના દૈનિક કેસ બમણા થતા ગુજરાત સરકારે કોરોનાના ફેલાવાની ગતિને અવરોધવા વધુ કડક નવા નિયંત્રણો લાદવાની તૈયારી કરી છે. જેને પગલે રાજ્ય સરકારે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અંગે મહત્વની નિર્ણયો કર્યા હતા. આ નિર્ણય મુજબ હવે ક્વોરન્ટીનના નિયમોનો ભંગ કરનારાઓ પર પોલીસ નજર રાખશે. પોલીસને કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લેતા રહેવાની સૂચનાઓ અપાઈ છે.

Facebook Comments Box

Videos

Our Partners