• વડોદરા નજીક વાસદથી પસાર થતી મહિસાગર નદી પર બ્રિજ આવેલો છે
  • ગતરોજ મોક્સી ગામનો 19 વર્ષિય સત્યજીનસિંહ મહિડા નામનો યુવક 10 – 30 કલાકે ઘરેથી નિકળી ગયો
  • ફાયરને જાણ કરતા લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી બોટ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું
  • સત્યજીતને પરિજનો સાથે કોઇ પણ મામલે બોલાચાલી કે કશું થયું ન હતું, ગત રાત બાદથી તે ગાયબ થતા પરિજનો ચિંતામાં મુકાયા

WatchGujarat. વડોદરા નજીક આવેલા મહિસાગર બ્રિજ પરથી મોક્સી ગામના યુવકની બાઇક મળી આવતા પરિચીતે ફાયરના લાશ્કરોને જાણ હતી. યુવકે બાઇક મુકીને નદીમાં ઝંપલાવ્યું હોવાની શંકાએ ફાયરના લાશ્કરોએ હાલ પાણીમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. યુવકના પરિચીતે જણાવ્યું કે, હાલ યુવકનો મોબાઇલ બંધ આવી રહ્યો છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા નજીક વાસદથી પસાર થતી મહિસાગર નદી પર બ્રિજ આવેલો છે. બ્રિજ પરથી કેટલીક વખત અનેક કારણોસર લોકોએ જીવન ટુંકાવવા માટે આખરી કુદકો માર્યો હોવાની ઘટનાઓ બની છે. ગતરોજ મોક્સી ગામનો 19 વર્ષિય સત્યજીનસિંહ મહિડા નામનો યુવક 10 – 30 કલાકે ઘરેથી નિકળી ગયો હતો. ઘરેથી નિકળ્યા બાદ તેની કોઇ સગડ મળી ન હતી. જેથી પરિજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન વડોદરા પાસે વાસદ બ્રિજ પરથી સત્યજીતની બાઇક વચ્ચોવચ મળી આવેલી હોવાનું પરિચીત બંટી પટેલના ધ્યાને આવ્યું હતું. બંટી પટેલે આ મામલે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરને જાણ કરતા લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી બોટ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી છે. પરિજનોએ સત્યજીતે અંતિમ પગલું ભરી લીધા હોવાની આશંકા વ્યક્ત કરતા ફાયરના લાશ્કરોએ કામગીરી હાથ ધરી છે.

પરિચીતના જણાવ્યા અનુસાર, સત્યજીત સાવલી ખાતે આવેલી ખાનગી કોલેજમાં એન્જિનીયરીંગનો અભ્યાસ કરે છે. તેના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સત્યજીતને પરિજનો સાથે કોઇ પણ મામલે બોલાચાલી કે કશું થયું ન હતું. ગત રાત બાદથી તે ગાયબ થતા પરિજનો ચિંતામાં મુકાયા છે. અને સત્યજીતનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. જેને કારણે પરિવારની ચિંતામાં વધારો થયો છે.

Facebook Comments Box

Videos

Our Partners