તાજેતરમાં જ અભિયાસ પૂરો કરી નોકરીની શોધમાં લાગ્યો હતો યુવાન
ઓનલાઇન સાઈટનું નામ લઇ ફોન આવ્યા બાદ યુવાનને રાજી કરી પૈસા ખંખેલી લીધા
નોકરી અપાવવાના બહાને અલગ અલગ કરી કુલ લાખ રૂપિયા પડાવી લીધા
યુવક છેવટે વડોદરા સાયબર ક્રાઇમ પહોંચ્યો અને તેની ફરિયાદ આપી
WatchGujarat. 21 મી સદીનો જમાનો છે. રોજ ઘણા બધા નવા આવિષ્કાર થઇ રહ્યા છે. જેનાથી લોકો ખુબ એડવાન્સ પણ થઇ રહ્યા છે. ભારત દેશમાં એક તરફ કેશલેસ દેશની વાતો થઇ રહી છે. અને દેશવાસીઓને ઓનલાઇન ટ્રાન્સેકશન કરવા પર પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. પરંતુ જેટલું એડવાન્સ અને સેફ કહેવાતું આ ટ્રાન્સેક્શન એટલુંજ ઘણા લોકો માટે અનસેફ બની રહ્યું છે. હાલના સમયમાં મોટી સંખ્યામાં ઓનલાઇન ફ્રોડના મામલા બહાર આવી રહ્યા છે. તેવાંજ ગત રોજ વડોદરા શહેરમાંથી તાજેતરમાંજ બી.ટેક ઓટો મોબાઈલનો અભ્યાસ પૂરો કરી નોકરીની ખોજમાં લાગેલા યુવાનને નોકરી આપવાના બહાને અલગ અલગ ફોર્માલિટીના ચાર્જીસના બહાને લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સેક્શન કરી પડાવી લીધા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી.
વડોદરા કલાલી રોડ પાસે આવેલ આશોપાલવ ક્લ્બ એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ અમીશ પરીખ (ઉ.વ.22) તાજેતરમાંજ બી.ટેક.ઓટો મોબાઈલનો અભ્યાસ કર્યો હતો. સામાન્ય વ્યક્તિની જેમજ કોઈ વિષયમાં ડિગ્રી મેળવી નોકરીની શોધમાં લાગી જાય છે. તેમેજ પાર્થ પણ તેનો અભ્યાસ ક્રમ પૂરો કરી નોકરીની ખોજમાં લાગી ગયો હતો. જેથી તેને ઓનલાઇન અલગ અલગ માધ્યમો ઉપર તેનો બાયોડેટા ઉપલોડ કરી રાખ્યો હતો. એક ઉમીદમાં કે તેને કોઈ સારી નોકરી મળી જાય.
નોકરી લાગવાની ઉમીદના બદલે પાર્થ સાથેજ એનું કઈ ઊંધું જ થઇ ગયું. આજથી એક મહિના પહેલા પાર્થના ઉપર કોઈનો ફોન આવ્યો હતો. અને સામેથી જણાવ્યું હતું કે, તે આરતી શર્મા બોલે છે. સાઈન.કોમ (નોકરી અપાવતી ફર્મ) માંથી અને નોકરી વિશે વાત કરવા માંગે છે. આ વાતો દરમિયાન આરતીએ જણાવ્યું હતું કે તેમની સાઈટ ઉપર રેઝયુમ(પાર્થનું) મળ્યું છે. અને એવી અનેક જગ્યાએ પાર્થને નોકરી મળી શકે છે. આસાથેજ આરતીએ પાર્થને જણાવ્યું હતું. કે એરપોર્ટ તથા એક્સિસબેન્કમાં સારી નોકરી છે. પરંતુ પાર્થે તો ઓટો મોબાઈલનો અભ્યાસ કર્યો હતો. અને આવી નોકરી કરતા તેની ફિલ્ડની નોકરી મળી જાય તો ઘણું સારું થઇ રહે. જેથી સામેથી આ વાતે રાજી થઇ આરતીએ જણાવ્યું હતું, કે બજાજ ઓટો, મહિન્દ્રા વગેરે જેવી એનેક કંપનીમાં નોકરી મળી શકે છે.
તાજેતરમાં અભ્યાસ ક્રમ પૂરો કર્યો હોય અને નોકરીની વાત આવે તો કોઈ પણ વ્યક્તિ તે વાતમાં રાજી થઇ જાય છે. આવુજ કઈ પાર્થ સાથે બન્યું, તે નોકરી માટે રાજી થઇ ગયો. પરંતુ સામે કઈ અલગજ ચાલી રહ્યું હતું. આરતીએ નોકરી માટે ત્રણ સ્ટેજ કહ્યા હતા પાર્થને જેમાં રજીસ્ટ્રેશનના બે હજાર, ફાઈલ તૈયાર કરવાના સાત હજાર થશે આ વાતે પાર્થરાજી થયો હતો. જેથી આરતીએ ફોન ત્રીજા સ્ટેજ માટે અન્યને ટ્રાન્સફર કર્યો અને સામેથી નિખિલ સીંગની ઓળખ મળી. તો નિખિલે જણાવ્યું કે તમારી ફાઈલ કંપનીમાં જશે અને ઇન્ટરવ્યૂના 16 હજાર આપવાના રહેશે. આ બધી વાતે પાર્થ રાજી થઇ ગયો હતો. અને તેને ગત 1 સપ્ટેમ્બરના રોજ તેના ગુગલ પે એકાઉન્ટથી તેઓના કહેવા પ્રમાણે ટ્રાન્સફર કરી દીધા હતા. પરંતુ આટ્લેજ પૈસા ટ્રાંસફર કરાવાનું રોકાવાનું નહતું. અલગ અલગ ચાર્જીસ જી.એસ.ટી વગેરે જેવું કહી પહેલા 15 હજાર અને તે બાદ બીજા 16 હજાર પાર્થ પાસેથી ટ્રાન્સફર કરાવી લીધા હતા. અને સાથજ આ તમામ પૈસા neft દ્વારા તેને પાછા મળી જશે એવું પણ જણાવ્યું હતું.
આ ખેલ અહીંયાજ ખતમ નહોતો થવાનો ગત 2 સપ્ટેમ્બરે હજુ પણ તે લોકોએ પાર્થને જણાવ્યું હતું કે, તેની રકમ 50 હજારથી વધી ગઈ છે. જેથી તેને આ રકમને ટોટલ લાખ કરવી પડશે. અને તે રકમ ડિફન્સની આવશે અને તે પાછી આવી જશે. તેમ કહી પાર્થ પાસે પહેલા 21 હજાર અને બાદ 20 હજાર તે લોકે તરંફેર કરાવી લીધા હતા. આ ખેલ હજુ પણ આગળ જઈ રહ્યો હતો. પાર્થ પાસે હજુ રકમ માંગવામાં આવી હતી. પરંતુ આ વખતે પાર્થને જાણ થઇ ગઈ હતી કે તેની સાથે છેતરપિંડી થઇ રહી છે.અને તેને તે લોકોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. અને એ વાતને આજે ઘણા દિવસો થઇ ગયા.
પૈસા ટ્રાન્સફર કરાવાનો ખેલ ઘણો ચાલ્યો પરંતુ આજે દિન સુધી પાર્થે જે રકમ નોકરી માટે આપી હતી. એ નોકરી તેને આજદિન સુધી નથી મળી. જેથી આ મામલે પાર્થે વડોદરા સાયબર ક્રાઇમમાં છેતરપિંડી, વિશ્વાસઘાટ વગેરે જેવી ફરિયાદ આપી હતી. અને પોલીસે ફૈયાદના આધારે ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગુનામાં કુલ પાંચ લોકોના નામ છે, જેમાં પહેલા આરતી શર્મા, બીજો નિખિલ સીંગ અને બીજા ત્રણ જેમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. જેથી એ લોકોના ફક્ત મોબાઇલ નબમર મળેલ છે. અને તેમની ઓળખ થઇ નથી.