• મુળ નવસારીના 18 વર્ષીય યુવતિ છેલ્લા 2 વર્ષથી વડોદરામાં રહેતી હતી
  • કાળીચૌદસની રાત્રે આઢી વાગ્યાની આસપાસ ટ્રેનમાંથી યુવતીની ગળે ફાંસો ખાધેલી લાશ મળી
  • ટ્રેનમાં એફએસએલની ટીમ દ્વારા તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કરાયા
  • યુવતીના મૃતદેહનુ પેનલ પોસ્ટ મોર્ટમ કરી રિપોર્ટની રાહ જોવાઇ રહીં છે

WatchGujarat. ગુજરાત ક્વિન એક્સપ્રેસના કોચ ડી/12માં સીટ નં-20 અને 21ની વચ્ચે પેસેન્જરોના સામાન મુકાવાના સ્ટેન્ડ ઉપરથી દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં નવસારીની યુવતીનો મૃતદેહ મળ્યો હતો. યુવતીનો ટ્રેનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પહેલા તો આપઘાતની આશંકા સેવાઇ રહીં હતી. કારણ કે રેલવે પોલીસની તપાસ દરમિયાન યુવતીએ લખેલી ડાયરી તેમના હાથે લાગી હતી. જેમાં યુવતી સાથે વડોદારમાં ગત તા. 29 ઓકટોબરની સાંજે સાતથી સાડા સાત વચ્ચે જે બન્યુ તેની તમામ વિગતો તેણીએ લખી હતી.

ટ્રેનમાં યુવતીનો મૃતદેહ મળે તે પહેલા તેણીએ બે લોકોને ટ્રેન કોચના વોશરૂમમાંથી પ્લીઝ સેવ મી તેવો અંગ્રેજીમાં મેસેજ કર્યો હતો. પરંતુ યુવતીની જિંદગી બચી શકી ન હતી. જ્યારે કોચમાં સાફ સફાઇ કરનાર કર્મચારીએ યુવતીની લાશ જોઇ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેઓ તુરંત દોડી આવ્યાં હતા. રેલવે પોલીસે હાલ આ મામલે એ.ડી (એક્સિડેન્લ ડેથ) નોંધી તેની તપાસ શરૂ કરી હતી. જેમાં એફ.એસ.એલની મદદ લેવામાં આવી હતી.

સ્થળ પર પહોંચેલી એફ.એસ.એલની ટીમે તપાસ કરતા યુવતીએ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યું હતુ. કારણ કે જે સ્થળે યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો ત્યાં નિચેથી એક્સપર્ટ ટીમને યુરીનના નમૂના પણ મળી આવ્યાં હતા. જેથી એફ.એશ.એલ એક્સપર્ટના મતે યુવતીએ આપઘાત કર્યો હોવાનુ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે, ટ્રેન કોચમાં આ રીતે આપઘાત થાય તેની શક્યતાઓ ખૂબ ઓછી છે. એવી શક્યતાઓ સેવાઇ રહીં છે કે, યુવતીની હત્યા કર્યા બાદ સમગ્ર મામલો આપઘાતમાં ખપાવી દેવાનો પ્રયત્ન તો નથી કરવામાં આવી રહ્યો ને ?આમ પોલીસ યુવતીના આપઘાત અને હત્યા બંને થિયરી ઉપર વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે.

હવે આ બનાવની બીજી તરફ જોવામાં આવે તો મૃતક યુવતીએ ડાયરીમાં લખેલી વિગતો મૂજબ જુના પાદરા રોડ મલ્હાર પોઇન્ટ સામે જગદીશ ફરસાણની ગલીમાં ગતા તા. 29 ઓકટોબરની સાંજે સાતથી સાડા સાત વચ્ચે એક રિક્ષા ચાલકે તેણીની સાઇકલને ટક્કર મારી હતી. ત્યારબાદ રિક્ષામાં સવાર બે વ્યક્તિઓએ તેનુ અપહરણ કરી વેક્સિન ગ્રાઉન્ડમાં બળજબરી લઇ જઇ દુષકર્મ આચર્યુ હતુ.

દરમિયાન એક બસનો ડ્રાઇવર ત્યાં આવી પહોંચતા બન્ને વ્યક્તિઓ ત્યાંથી ફરાર થઇ ગઇ અને બસ ચાલકે પીડિતાને ઘરે પહોંચાડવા સુધી તૈયારી દાખવી હતી. યુવતીની મિત્ર તેણીને લેવા આવી અને બસ ડ્રાઇવરે તેનીને સોંપી ત્યાંથી નિકળી ગયો હતો. બાદમાં દુષકર્મની ઘટનાની જાણ યુવતીએ તેની સંસ્થા OASISમાં કરી હતી. જો તે દિવસે OASIS સંસ્થા દ્વારા તે જ દિવસે સમગ્ર ઘટનાની જાણ કરી દેવામાં આવી હોત તો આજે યુવતીની જિંદગી કદાચ બચી ગઇ હોત.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud