• ભાજપની નવી રણનીતિ,વન ડે વન ડિસ્ટ્રિક્ટ
  • પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મહામંત્રી બન્ને 24 કલાક એક જ જિલ્લામાં રહેશે
  • કાર્યકર્તાઓની ફરિયાદ હશે તો તેને પણ અલગથી સાંભળવામા આવશે

WatchGujarat. રાજ્યમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ અત્યારથી જ કામે લાગ્યું છે. નવા મંત્રી અને નવા મુખ્યમંત્રી આવ્યા બાદ નવી યોજનાઓ અને નવી કવાયતો હાથ ધરાઇ રહી છે. ત્યારે ભાજપે ભાજપે સંગઠનને વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે તે અંતર્ગત એક નવી રણનીતિ ઘડી છે.
આગામી મહિને ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજનાર છે આ તમામ બાબતોને ધ્યાને લાગી ભાજપ નેતા કામે લાગ્યા છે.ગઇ કાલે વાપીમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં યોજાયો હતો. આ તકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા નવી રણનીતિની જાહેરાત કરવામાં આવી હતી.આ મુદ્દે સી.આર.પાટીલે કહ્યું હતું કે, ભાજપ આગામી દિવસોમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજશે.એટલે કે ગુજરાતમાં ભાજપે એક દિવસ એક જિલ્લો નામની નવી રણનીતિ ઘડી છે. આ આયોજન અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ એક દિવસ એક જિલ્લા માટે ફાળવશે.

વાપીમાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મિડીયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતુ કે એક દિવસ એક જિલ્લો અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મહામંત્રી બન્ને 24 કલાક એક જ જિલ્લામાં રહેશે.કાર્યકર્તાઓને સાંભળશે,પૂર્વ આગેવાનોને મળશે,સંઘના પદધિકારીઓને મળશે,ઉદ્યોગપતિઓને મળશે આ સાથે કાર્યકર્તાઓની ફરિયાદ હશે તો તેને પણ અલગથી સાંભળવામા આવશે અને તેના સૂચનો પણ લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની રચના થયા બાદ સરકાર અને પક્ષ લેવલે લોકસંપર્કને વિશેષ મહત્વ આપવામા આવી રહ્યું છે. જે અંતર્ગત હવે ભાજપે આ નવું અભિયાન શરૂ કર્યું છે.જેના ભાગરૂપે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે હાલમાં 16 જિલ્લાના કાર્યકર્તાઓ સાથે નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમના માધ્યમથી સંપર્ક કર્યો હતો. તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ સતત અલગ અલગ જિલ્લાઓના પ્રવાસ દ્વારા કાર્યકરોના સંપર્કમાં રહે છે.આવનારી વિધાનસભા ચૂંટણીમાં બહુમતથી જીત મેળવવા માટે ભાજપ અત્યારથી જ એડીચોડીનું જોર લગાવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud