• આખરે ભાજપ સાંસદ સાંચુ બોલી ગયા !
  • બહુમતી માટે અપક્ષની ખરીદવો પડતો!
  • જાહેર મંચ પર કરી કબુલાત

WatchGujarat. ચૂંટણી સમયે રાજકીય પક્ષો પોતાની જીત માટે તમામ બનતા પ્રયત્નો કરતુ હોય છે.જીત મળ્યા બાદ સત્તામાં આવવા માટે વલખાં મારતા હોય છે. અને જ્યારે સત્તામાં આવવા માટે બહુમતી ન મળે તો અપક્ષનો સહારો લેતા હોય છે. પરંતુ આ અપક્ષનું સમર્થન કંઇ રીતે મેળવ્યુ તેની જાહેરમાં ચર્ચા થતી હોતી નથી. પરંતુ આપણે ત્યાં કહેવત છે કે હૈયામાં હોય એ હોઠે આવી જ જાય.આવું જ કંઇક બન્યું વાપીમાં.એક કાર્યક્રમમાં ભાજપ સાંસદે કહ્યું ભૂતકાળમાં જ્યારે ઉમરગામ તાલુકા પંચાયતમાં બહુમતી ના મળતી ત્યારે અપક્ષને ખરીદવા પડતા હતા. આ વાત સાંભળીને સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર વલસાડનાં વાપીમાં આયોજીત ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ કે.સી.પટેલે ભાંગરો વાટ્યો હતો.કે.સી.પટેલે પોતાના સંબોધન દરમિયાન સ્વીકાર કર્યો હતો કે, ભૂતકાળમાં જ્યારે ઉમરગામ તાલુકા પંચાયતમાં બહુમતી ના મળતી ત્યારે અપક્ષને ખરીદવા પડતા હતા. સાંસદના આ નિવેદનને લઈ ભાજપના કાર્યકર્તાઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા.વલસાડના વાપી શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા નૂતન વર્ષ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સાંસદ કે.સી. પટેલે જિલ્લાની તાલુકા પંચાયતમાં ભાજપને મળેલી બહુમતી બદલ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. સાથે કહ્યું હતું કે, ઉમરગામ તાલુકા પંચાયતમાં પાર્ટીને જ્યારે બહુમતી ના મળતી ત્યારે અપક્ષને ખરીદવો પડતો હતો.

ભાજપ સાંસદ કે.સી.પટેલનાં આ નિવેદનની ભારે ચર્ચા થઇ રહી છે.એટલે કહી શકાય છે.જાહેર મંચ પરથી કરવામાં આ નિવેદન પરથી સાબિત થાય છે કે ભાજપ સત્તામાં આવવા માટે અપક્ષ ખરીદી હતી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud