વલસાડમાં પારડી ખાતે એક ભીખ માંગતી મહિલાને બાળક ચોર હોવાની ગેરસમજ રાખીને સ્થાનિકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો
દરમ્યાન પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસને ધ્યાનમાં આ લોક ટોળું આવતા મહિલાને ટોળામાંથી છોડાવી હતી
ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સ્થાનિક પોલીસે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ NC ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી
WatchGujarat. માં આદ્યશક્તિના નવરાત્રીના પ્રથમ દિવસે જ એક મહિલાને માર મારવાની ઘટના સામે આવી છે. શક્તિની આરાધનાના પર્વમાં જ વલસાડના પારડી ખાતે એક ભીખ માંગતી મહિલાને બાળક ચોર હોવાની ગેરસમજ રાખીને સ્થાનિકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેનો તિરસ્કૃત વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા પરિયા ગામના માંહ્યવંશી ફળિયામાં એક મહિલા ભીખ માંગતી હતી. પરંતુ આ દરમિયાન કેટલાંક અજાણ્યા લોકોએ આ મહિલા બાળક ચોરી કરતી હોવાનો આક્ષેપ કરીને મહિલાને ઢોર માર માર્યો હતો. સદ્દનસિબે પેટ્રોલિંગ કરતી પારડી પોલીસના જવાનોએ ઘટના સ્થળે પહોંચી મહિલાને બચાવી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.
https://twitter.com/WatchGujarat/status/1446088931263406089?s=20
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે આ મહિલાની પૂછપરછ કરી હતી જેમાં તે નવસારીના હોવાનું જણાવ્યું હતું. પોલીસે મહિલાના નવસારી ખાતેના રહેણાંક મકાન ખાતે તપાસ કરાવતા મહિલા સાચું બોલતી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ 50 વર્ષીય મહિલા નવસારીમાં કબીલપોર વિસ્તારમાં રહે છે. મહિલાનું નામ રંજનબેન જોગી છે. રંજનબેને જણાવ્યું હતું કે, 6 ઓક્ટોબરના રોજ નવરાત્રિ નિમિત્તે તેઓ ઘરેઘરે જઈને ભીખ માંગી રહ્યા હતા. જે દરમિયાન જયેશભાઇ ઉર્ફે મહેશભાઈ માંહ્યવંશી ફળિયામાં આવી રંજનબેન બાળક ચોરી કરવા આવી હોવાના આક્ષેપ સાથે રંજનબેનને પકડી માર મારવાનું શરૂ કર્યું હતું. જે બાદ શંકા રાખીને સ્થાનિક મહિલાઓ અને સ્થાનિક લોકોએ પણ રંજનબેનને બાળક ચોર સમજી માર માર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પારડી પોલીસે રંજનબેનની NC ફરિયાદ નોંધી છે. ઉપરાંત બાળક ચોરી કરવા આવી હોવાનો આક્ષેપ કરનાર અજાણ્યા ઈસમો અને માર મારનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. એક મહિલાને ખોટી રીતે માર મારવાની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે. આવા શખ્સો સામે કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી છે.
નોંધ - Watchgujarat.com વાયરલ વિડીયોની કોઇ પણ પ્રકારે ખરાઇ કરી નથી.