• વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ લાંચના કેસમાં સપડાયા
  • આરોપી પાસે પીએસઆઈએ વકીલ મારફતે કરી હતી રૂ. દોઢ લાખની માંગણી
  • લાંચ પ્રકરણમાં વકીલ રંગે હાથો ઝડપાયો, પીએસઆઈ છટકા દરમિયાન હાજર ન મળ્યા
  • વકિલને ડિટેઈન કરી, એસીબીએ લાંચ કેસની કાર્યવાહી આગળ વધારી

WatchGujarat. રાજ્યમાં ભ્રષ્ટ્રાચાર ખુબ વધી રહ્યો છે. સરકારી કર્મચારીઓ સામાન્ય નાગરીકો પાસે પૈસા પડાવા અલગ અલગ કિમીયાઓ અપનીવી રહ્યા છે. ત્યારે વલસાડ ટાઉનના મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટરે પ્રોહિબીશનના ગુનાના આરોપીને અન્ય કેસમાં ન સંડોવવા તથા હેરાન ન કરવા વચેટીયા વકીલ મારફતે રૂ. દોઢ લાખની માંગણી કરી હતી. જેની માહિતી એસીબીને મળતા અમદાવાદ એસીબીની ટીમ એક્શમનમાં આવી હતી અને છટકું ગોઠવી વકીલને ડિટેઈન કર્યો હતો તેમજ મહિલા પીએસઆઈ હાજર ન મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર મામલાની પ્રાપ્ત વિગત અનુસાર, વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનના એક પ્રોહિબીશનના ગુનામાં ફરિયાદાના પુત્રનું નામ ખલતા, ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટ માંથી આગોતરા જામીન મેળવી લીધા હતા. તેમ છતાં વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વાય.જે.પટેલ ફરિયાદાના પુત્રને વારંવાર સીઆરપીસી 41-1 મુજબની નોટીશ પાઠવી તેને હાજર રહેવા તેમજ જરૂરી દસ્તાવેજી માહિતી રજુ કરવા જણાવતા હતા.

ત્યારબાદ મહિલા પીએસઆઈ વાય.જે.પટેલે પોતાના વચેટીયા વકીલ ભરતકુમાર ભગવતીપ્રસાદ યાદવ (ખાનગી વ્યક્તિ )(ઉ.વ.૩૫)( રહે- સોનાસરિતા સોસાયટી, મારુતિ વિધ્યાપીઠની પાછળ, અબ્રામા, વલસાડ) મારફતે ફરીયાદીના પુત્રની મેટરની પતાવટ કરવા અને અન્ય બીજા કોઇ કેસમાં ન સંડોવવા તથા હેરાન નહી કરવાના માટે રૂ.દોઢ લાખની લાંચની માંગણી કરી હતી. જે રૂપિયા ફરિયાદી ન આપવા ઈચ્છતા હોય તેના કારણે તેઓએ એસીબીને જાણ કરી હતી. એસીબીને જાણ થતા અમદાવાદ એસીબીની ટીમ સમગ્ર મામલાથી વાકેફ થઈ એક્શનમાં આવી હતી અને લાંચની માંગણીનો પર્દાફાશ કરવા છટકું ગોઠવવાનું આયોજન કર્યું હતું.

એસીબીએ તા. 17.11 ના રોજ છટકું ગોઠવ્યું હતું, વકીલ ભરતકુમાર મહિલા પીએસઆઈ વાય.જે.પટેલ વતી ફરિયાદી પાસે લાંચની રકમની માંગણી કરી હતી અને રૂપિયા સ્વિકારતાજ એસીબીની ટીમ ઘસી આવી હતી. જ્યાં એસીબીએ વકીલ ભરતકુમારને લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડ્યો હતો. આ છટકા દરમિયાન મહિલા પીએસઆઈ હાજર મળી નહોતા. જ્યારે લાંચ સ્વિકારનાર વકીલને એસીબીએ ડિટેઈન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners