• વલસાડના એક ગામના કાર્યક્રમમાં બનેલો બનાવ બાદમાં વણસ્યો હતો
  • સોશીયલ મીડિયા પર લોકપ્રિય ગાયક અને ગાયિકા વચ્ચેના બનાવનો વિડીયો થયો વાયરલ
  • ગાયિકાએ સ્થાનિકો સાથે મળી ગાયકને ચખાડ્યો મેથીપાક

WatchGujarat. દિવાળીના તહેવારના દિવસોમાં સોશીયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવતિ એક યુવકને મેથીપાક ચખાડી રહી છે. વલસાડના એક ગામમા બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમા ચકચાર મચાવી છે. જયા આ બનાવને લઈ આજે વિડિયોમાં દેખાતી વ્યકિતની ઓળખ છતી થઈ છે. તો બીજી તરફ બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ ન થઈ હોવાનુ જાણવા મળ્યુ છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સોશિયલ મીડિયા ઉપર ઘણા દિવસોથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમા એક યુવતી એક યુવકને મેથીપાક ચખાડી રહી છે. આ બનાવ પાછળનુ કારણ આજે બહાર આવ્યુ છે. વલસાડ જિલ્લાના વેલવાચ ગામે એક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ગાયક મુકેશ પટેલ તથા એક ગાયિકાએ હાજરી આપી હતી.

આ દરમિયાન ગીત ગાતી વેડાએ ગાયક મુકેશ પટેલે ગાયિકા સાથે ચાલુ કાર્યક્રમમાં અભદ્ર વર્તન કર્યુ હતુ. જે બનાવ એક વ્યકિતના કેમેરામા કેદ થયો હતો. પરંતુ મુકેશના આ વર્તનના કારણે ગાયિકાને ખૂબ માઠુ લાગી આવ્યુ હતુ. જે બાદ ગાયિકાએ મુકેશને સબક શીખવવાનુ નક્કી કરી અને તેનો બદલો લેવા ગાયિકાએ મુકેશને વલસાડ નજીકના હાઈવે ઉપર બોલાવ્યો હતો.

ગાયક મુકેશ પટેલ હાઈવે ઉપર આવતા કાર્યક્રમમા બનેલી ધટનાથી રોષે ભરાયેલી ગાયિકાએ તેને મેથીપાક ચખાડ્યો હતો. સાથે સ્થાનિક યુવાનોએ પણ મુકેશ પર હાથ સાફ કરી લીધા હતા. બરાબરનો માર પડ્યા બાદ ગાયક મુકેશને તેની ભૂલ સમજાઇ હતી અને તેને સ્થળ પર હાજર બધા લોકોની સામે ગાયિકાની માફી માંગી હતી.

આ બંને કલાકારો ઘણા લોકોના લોકપ્રીય હોવાથી બનાવ બાદ સમગ્ર પંથકમા ચકચાર મચીજવા પામી હતી. તેમજ લોકોએ ગાયક મુકેશ પટેલનો વિરોધ વ્યક્ત કરી ગાયિકાને સમર્થન આપ્યુ હતુ. જોકે આ બનાવ બાદ કોઇ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનુ સાથે જ મામલો સ્થળ પર જ રફેડફે થઈ ગયો હોય તેમ જાણવા મળ્યુ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud