• બાળકો સહિત ઘરના તમામ લોકોને પસંદ આવશે આ કપકેક
  • ઇંડા વગરની કપકેક બનાવો,બાળકો થઇ જશે ખુશ

Watchgujarat.કપકેક એવી વસ્તુ છે જે બધાને ભાવે. એમાં પણ ઈંડા વગરની કપ કેક ખાવા માટે નાના બાળકોથી લઇને મોટાઓ પણ આતુર હોય છે.  જો તમને પણ કપકેક પસંદ હોય અને ઈંડા કે ઓવનનો ઉપયોગ કર્યા વિના જ બનાવવા માગતા હો તો અહીંયા આપવામાં આવેલી રેસિપી તમને કામ લાગશે. ઈંડા વગરની કપ કેક બનાવવા માટેની સામગ્રી આ મુજબ છે.

સામગ્રી
1 કપ મેંદો

1/2 ટી સ્પૂન બેકિંગ પાઉડર
3/4 કપ દૂધ
1 ચપટી બેકિંગ સોડા
3/4 કપ ખાંડ પાઉડર
1/2 કપ બટર
3/4 કપ મિલ્ક પાઉડર
2 ટી સ્પૂન વેનિલા એસેન્સ
ગાર્નિશિંગ માટે
2 ટી સ્પૂન ચોકલેટ ચિપ્સ

સ્ટેપ 1
એક મોટો બાઉલ લો. તેમાં સૌથી પહેલા બટર અને ખાંડ પાઉડર ઉમેરો. તે મિશ્રણને ચમચીની મદદથી ત્યાં સુધી ફેંકી લો જ્યાં સુધી તે એકદમ ક્રીમિ ન બની જાય. બાદમાં તેમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા તેમજ મિલ્ક પાઉડર લઈને મિક્સ કરી લો. હવે તેમાં દૂધ તેમજ વેનિલા એસેન્સ ઉમેરી સતત 10-12 મિનિટ માટે ફેંટી લો.

સ્ટેપ 2
કપકેક બનાવવા માટેના મોલ્ડ લો. તેમાં મિશ્રણ ભરી દો. ઉપરથી તેને ચોકલેટ ચિપ્સથી ગાર્નિશ કરો.

સ્ટેપ 3
એક કડાઈમાં રેતી અથવા મીઠું ભરો અને તેના પર સ્ટેન્ડ અને થાળી મૂકી દો. કડાઈ પર ઢાંકણ ઢાંકી દો અને તેને 15 મિનિટ માટે પ્રી-હિટ થવા દો. 15 મિનિટ બાદ થાળી પર કપકેકના મોલ્ડ મૂકી ઢાંકણ ઢાંકી દો અને 10થી 12 મિનિટ માટે બેક થવા દો. ગેસની ફ્લેમ આ દરમિયાન ધીમી જ રાખવી.

સ્ટેપ 4
10-12 મિનિટ બાદ ચપ્પુ અથવા ટૂથપિકની મદદથી કપકેક બેક થઈ ગઈ છે કે નહીં તે ચેક કરી લો. જો મિશ્રણ ટપ્પુ/ટૂથપિક સાથે ચોંટે નહીં તો કપકેક તૈયાર છે અને જો મિશ્રણ ચોંટે તો ફરીથી થોડા સમય માટે બેક થવા દો. તો તૈયાર છે કપકેક. તેને કડાઈમાંથી બહાર કાઢી લો અને બાળકોને આપો.

Facebook Comments Box

Videos

Our Partners