ઇન્તેઝાર શેખ ઉર્ફે સલમાન (ઉ.વ. 32) જીઆઇડીસીના ટ્રાન્સપોર્ટમાં ગાડી લગાવવાનો ધંધો કરતો હતો
દુકાનમાંથી ચા લઇને બહાર આવતા જ એક ઇસમે કુહાડીથી તેના માથાના ભાગે જોરથી ફટકો મારતા ઇન્તેઝાર લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો
યુવક ઉપર હથિયારથી હુમલો કરનાર તેના ગામમાં જ રહેતા હોવાનું અને થોડા દિવસ પહેલા બંનેના પરિવાર વચ્ચે મહિલાઓને લઈ તુ તુ મે મે થતા સલમાન અને હુમલાખોર વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું
WatchGujarat. વલસાડ જિલ્લાના વાપીમાં શનિવારે સાંજે થયેલી હત્યાના બનાવના હચમચાવી નાખનારા CCTV સામે આવ્યા છે. મૃતક અને આરોપીના પરિવારો વચ્ચે ઉત્તરપ્રદેશમાં ઝઘડો થયા બાદ તેનો ખાર રાખી ગુજરાતના વાપીમાં હત્યાકાંડ સર્જાયો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
https://youtu.be/RMqjN_5DU6E
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસરા, વાપીના ડુંગરા ખાતે હરિયા પાર્કની સામે બિલ્ડિંગમાં રહેતો ઇન્તેઝાર શેખ ઉર્ફે સલમાન (ઉ.વ. 32) જીઆઇડીસીના ટ્રાન્સપોર્ટમાં ગાડી લગાવવાનો ધંધો કરતો હતો. શનિવારે સાંજે તે જીઆઇડીસી સ્થિત જનતા હોટેલની બાજુમાં આવેલ બોસ્ટન નામની ચાની દુકાન ઉપર આવ્યો હતો. દુકાનમાંથી ચા લઇને બહાર આવતા જ એક ઇસમે કુહાડીથી તેના માથાના ભાગે જોરથી ફટકો મારતા ઇન્તેઝાર લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. જોકે આરોપી હુમલો ત્યાંથી કુહાડી લઇને ભાગતા બાજુમાં લગાવેલા એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. થોડે આગળ જઇ તે એક બાઇક પર બેસી ફરાર થઇ ગયો હતો.
યુવક ઉપર હથિયારથી હુમલો કરનાર યૂપીના બહરાઈચ ખાતે તેના ગામમાં જ રહેતા હોવાનું અને થોડા દિવસ પહેલા બંનેના પરિવાર વચ્ચે મહિલાઓને લઈ તુ તુ મે મે થતા સલમાન અને હુમલાખોર વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. જે બાદ સલમાન વાપી આવ્યો હોવાની જાણ થતા હુમલો કરનાર ઇસમ અદાવત રાખી વાપી આવ્યો હતો અને શનિવારે તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો. મૃતક સલમાન વાપીમાં પત્ની અને ત્રણ સંતાનો સાથે રહેતો હતો. મુળ યુપીના બહરાઇચ જિલ્લાનો સલમાન વાપી નગરપાલિકાના માજી નગર સેવક બબલુભાઈનો કૌટુંબિક ભત્રીજો હોવાનું બહાર આવ્યું છે.
વલસાડના વાપીમાં થયેલી હત્યા મામલે મૃતકના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવાતા પોલીસે મહમદ અનવર મહમદ ઈબ્રાહીમ શેખ, મહમદ સઈદ ઉર્ફે ઈફ્તીખાર મહમદ અનવર શેખ, મહમદ ઈઝમામ મહમદ અનવર શેખ નામના શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.