• તાપીના એક ગામમાં નાસિક જવાનો માર્ગ પૂછી આધિડને નં.પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડીમાં આવેલ નાગા બાવાએ ઉભા રાખ્યા હતા
  • “નરેન્દ્ર મોદી મારા આશીર્વાદથી પ્રધાનમંત્રી બન્યા છે” તેમ કહી આધેડને વિશ્વાસમાં લીધો હતો
  • ગાડીમાં હાજર ડ્રાઈવરએ કહ્યું હતું કે તમે પાઇલટ બાબાનું નામ સાંભળ્યું હશે અને આ ગોલ્ડન બાબા છે. તેમના આશીર્વાદ લઈલો.
  • આધેડને સંમોહિત કરી આશરે 70હોજરીની કિંમતની સોનાની ચેન પડાવી લીધી

WatchGujarat. તાપી તાલુકાના વાલોડ ખાતે રહેતા એક આધેડને રસ્તો પૂછવાના બહાને નજીક બોલાવી નં. પ્લેટ વગરની ગાડી લઇને આવેલા નાગા બાવા અને તેના ડ્રાઈવરએ “નરેન્દ્ર મોદી મારા આશીર્વાદથી પ્રધાનમંત્રી બન્યા છે” અને મારા આશીર્વાદથી કરોડપતિ બનાવી દઈશ તેમ કહી આધેડને સંમોહિત કરી સોનાની ચેન પડાવી નાગા બાવા અને તેનો ડરાઇવર નાસી ગયા હતા.સમગ્ર મામલે આધેડ છેતરાઈ ગયો હોય તેની જાણ થતા તેમને વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસએ ફરિયાદ નોંધી નાગા બાવા અને તેના ડ્રાઈવરના શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તાપી જિલાના વાલોડ તાલુકામાં મંગલમ પાર્ક ખાતે કલર કોન્ટ્રાકટરનું કામ પ્રકાશભાઈ પાટીલ (ઉ.59 વર્ષ)રહે છે. ગત તારીખ 2 ઓગસ્ટના રોજ સવારે તે તેમના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા કલર કામમાં મજૂરોને કલર કરવાની ચીજ વસ્તુ એકટીવા લઇ મઢી ખાતે આપવા  ગયા હતા અને તે બાદ ઘરે બાજીપુરા વાયા પરત ફરતા આસર 10 વાગ્યની આસપાસ તેમની પાછળથી એક નમ્બર પ્લેટ વગરની સ્વીફ્ટ ડિઝયર ગાડી આવી હતી અને આડેધને નાસિક જવાનો માર્ગ પૂછતાં ઉભા રાખ્યા હતા.જેથી આધેડે તેમની એકટીવા ઉભી રાખી ગાડીમાં જોતા તેમને એક નાગા બાવા અને તેમની સાથે એક ડ્રાઈવર જોવા મળી આવ્યો હતો અને તે બંનેએ આધેડને નાસિક ક્યાંથી જાવશે તેમ કહી માર્ગ પૂછ્યો હતો.

ગાડીમાં નાગા બાવા બેસેલા હોવાથી આધેડે તેમને નમસ્કાર કર્યું હતું જેથી નાગા બાવએ તેમને નજીક બોલાવ્યા અને ગાડીમાં હાજર ડ્રાઈવરે કહ્યું હતું કે તમે પાઇલટ બાબાનું નામ સાંભળ્યું હશે અને આ ગોલ્ડન બાબા છે.જેથી આધેડે તેમને નમન કર્યું હતું અને નાગા બાવા તેમની સાથે વાત કરતા કહ્યું હતું કે તમે ઘણા દુઃખી દેખાવ છો પરંતુ ચિંતા કરો નહિ “નરેન્દ્ર મોદી મારા આશીર્વાદથી પ્રધાનમંત્રી બન્યા છે”  હું તમને મારા આશીર્વાદથી તમને કરોડપતિ બનાવી દઈશ.

તે ઉપરાંત આધેડની પીઠ થપથપાવી નાગા બાવાએ  મારો આશીર્વાદ લઈલો ગાડીની ડીક્કીમાં કરોડ રૂપિયા પડ્યા છે શું તમને જોઈએ છે તેમ કહીંએક રૂપિયો માંગ્યો હતો પરંતુ આધેડ પાસે એક રૂપિયો ન હોવાથી તેને નાગા બાવાને 20 રૂપિયાની નોટ આપી હતી તે નોટ લઈને નાગા બાવા એ આડ઼ધેડને વિશ્વાસમાં લઇ સંમોહિત કર્યા બાદ સોનાની ચેન આશરે 70 હજારની કિંમતની ચેન પડાવી લીધી હતી અને તે બાદ નાગા બાવા અને તેનો ડ્રાઈવર ત્યાંથી નાસી ગયા હતા. આ સમગ્ર મામલાની પાંચ મિનિટ બાદ આધેડને ભાન આવતા લાગ્યું હતું કે તેની સાથે વિશ્વાસ ઘાટ અને ઠગાઈ થઇ છે જેથી આઘેડેએ નાગા બાવા અને તેમના ડ્રાઈવર વિરુદ્ધ ઠગાઈની વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી નાગા બાવા અને તેના ડ્રાઈવરને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud