વી.સી.ઇઓ એ પોતાની પડતર માંગણીઓને લઈ અનોખો વિરોધ કર્યો
60 ગ્રામ પંચાયત વીસીઈ કોમ્યુટર લારીમાં મૂકી બજારમાં સુત્રોચાર કર્યો
‘પગાર નહીં તો કામ નહીં’ ના સૂત્ર સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું
Watchgujarat.સમાન કામ, સમાન વેતન, હક્ક માંગીએ છીએ, ભીખ નહી, પગાર અમારો હક્ક, પગાર નહી ત્યાં સુધી કામ નહી. આવા સુત્રોચ્ચાર અને પોસ્ટરો સાથે કર્મચારીઓની લારી નિકળી. જી. હા લારી પર કોમ્પ્યુટર અને માથે સુત્રો લખેલા પોસ્ટર લગાવી કર્મચારીઓ પહોંચ્યા મામલતદાર કચેરીએ પોતાની માંગણીઓને લઇને અનોખો વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ નસવાડી તાલુકા 212 ગામની 60 ગ્રામ પંચાયતના વી.સી.ઇઓ એ પોતાની પડતર માંગણીઓને લઈ અનોખો વિરોધ કર્યો છે. જેમાં 60 જેટલા વી.સી.ઇઓએ લારીમાં કોમ્પ્યુટર મૂકી બજારમા થઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા અને સુત્રોચાર સાથે આવેદનપત્ર આપ્યું છે. થોડા દિવસો પહેલા તેમની પડતળ માંગણીઓનો ટુંક સમયમા નિરાકરણ માટે રાજ્યના મંત્રીએ હૈયા ધારણા આપી હતી. છતાંય માંગણીઓ પૂરી ન થઈ. આખરે વીસીઈ હડતાલ પર ઉતર્યા છે. જેને કઈ ગ્રામ પંચાયતની કામગીરીઓ ઠપ્પ થઈ છે. આખરે તંત્ર તેમની માંગણીઓનું નિરાકરણ નહીં લાવે તો આવનારા સમયમાં હાથલારી ઠેલવાનો વારો આવશે. જેથી તેવોએ લારીમાં બેસી વિરોધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેથી તેઓએ લારીમા બેસી કોમ્યુટર સાથે રાખી વિરોધ કર્યો હતો. હાલ ગ્રામ પંચાયતમા જે નકલો, દાખલા તેમજ અન્ય કામગીરી બંધ હોવાથી લોકો પણ હેરાન થયા છે. નસવાડી તાલુકાની 60 ગ્રામપંચયાતના વી.સી.ઇઓની હડતાળને લઈ 212 ગામના લોકો હાલાકી પડી રહી છે. નસવાડી તાલુકા સેવાસદન મોટી માત્રમા લોકો તેમના કામને લઈ કલાકો સુધી લાઈનોમાં લાગ્યા હતા.