- આગામી 1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે વાયબ્રન્ટ સમીટ-2022 યોજાય શકે
- જોકે, હજુ સુધી સરકાર દ્વારા આ સમાચારને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી
- આ પહેલા ગત 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન વાઈબ્રન્ટ ગુજરાત સમીટ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું
WatchGujarat.વાઈબ્રન્ટ ગુજરાત સમીટ 2022 ફરીવાર ચર્ચામાં આવી છે. એક મહિના પહેલા વાઈબ્રન્ટ સમીટ જોરશોરથી યોજવાની સરકાર વાતો કરી રહી હતી. પરંતુ કોરોના વાયરસની ત્રીજી લહેરને લીધે સમીટ રદ્દ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી વાઈબ્રન્ટ સમીટનું ભૂત હાલ્યું છે. સરકારી તંત્રમાં ફરી વાઈબ્રન્ટ સમીટનું યોજાવાની ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. જાન્યુઆરી મહિનામાં યોજાનાર વાઈબ્રન્ટ સમીટ હવે ગુજરાતના સ્થાપના દિવસે યોજાઈ શકે છે.
મળતી માહિતી મુજબ આગામી 1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ 2022નું આયોજન કરવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી સરકાર દ્વારા આ સમાચારને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. આ પહેલા ગત 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન વાઈબ્રન્ટ ગુજરાત સમીટ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. જો કે, ત્યાં અચાનક કોરોનાના કેસ વધવા લાગ્યા હતા. જેથી સરકારને છેલ્લી ઘડીએ સમીટ રદ્દ કરવાની ફરજ પડી હતી .
અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં યોજનાર સમિટમાં કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. જો કે, કોરોનાના ખૌફને લીધે સરકારની આકરી ટીકા થયા બાદ આખરે સરકારે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ રદ્દ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ફરી ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે કે મે મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત સમીટ 2022નું ફરી આયોજન થઇ શકે છે.