• રાજ્યમાં કોરોનાનો કહેર જોતા આખરે સરકાર જાગી છે
  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રદ્દ કર્યો નમો જોબ ફેર 2022નો કાર્યક્રમ
  • વાઈબ્રન્ટ સમિટ,ફ્લાવર શો,પતંગ મહોત્સવ રદ્દ કરવાનો નિર્ણય કરાયો

Watchgujarat.રાજ્યમાં કોરોનાનો કહેર જોતા આખરે સરકાર જાગી છે. એક પછી એક કાર્યક્રમ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. રાજ્યમાં મોટા ત્રણ કાર્યક્રમો મોકૂફ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેમાં આજે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખવા અને ફ્લાવર શો તથા પતંગ મહોત્સવ રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી ના જન્મ દિવસે આયોજિત નમો જોબ ફેર પણ મોકૂફ રાખી દેવો પડ્યો છે.

મળતી માહિતી મુજબ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના જન્મ દિવસે સુરતમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જે કોરોનાના વધતા કેસના પગલે રદ્દ કરવું પડ્યું છે. આ કાર્યક્રમ મોકૂફ રાખવાની જાહેરાત ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી છે.
હર્ષ સંઘવીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું કે છેલ્લા અનેક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જનતાના હિતને સર્વોપરી રાખી, મારા જન્મદિવસ નિમિત્તે આયોજિત થવા જઈ રહેલ નમો જોબ ફેર-2022 ના તમામ કાર્યક્રમો મોકૂફ રાખેલ છે, આવનારા દિવસોમાં પરિસ્થિતિને આધીન આ કાર્યક્રમોની તારીખ જાહેર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બીજી લહેરમાં જે ઝડપથી કોરોનાના કેસ વધ્યા હતા તેના કરતાં અનેક ગણી ઝડપથી કેસો વધી રહ્યા છે જેના પગલે હવે સરકારને પણ પોતાના જાહેર કાર્યકર્મો દર કરવાની ફરજ પડી રહી છે. સરકારે વાઈબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લીધા બાદ અન્ય ત્રણ કાર્યક્રમો પણ અટકાવી દેવા પડ્યા છે.

ગાંધીનગરમાં યોજાનારા ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ 2022 મોકૂફ કરાયા બાદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શો અને પતંગ મહોત્સવ રદ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના જન્મ દિવસે યોજાનારા નમો જોબ ફેર-2022 ના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવાની જાણ ટ્વિટ કરીને કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud