• સુરત બાદ ભરૂચ કેબલ બ્રિજ ઉપર બે બાઇક ઉપર હથિયારો સાથે 4 યુવાનોના ભાઈગીરીના અભરખાનો વિડીયો વાયરલ
  • સોશ્યલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે હથિયારોનું નગ્ન પ્રદર્શન
  • આ વીડિયો વાયરલ થતા હવે તેના ઘેરાપ્રત્યાઘાત પડી રહ્યાં છે
  • આ ચાર યુવાનોને શોધી તેમની ભાઈગીરી ઉતારવા પોલીસ હવે એક્શનમાં 

WatchGujarat. તાજેતરમાં જ સુરતમાં બે યુવાનોએ હથિયારો સાથે ભાઈગીરીનો વિડીયો બનાવ્યો હતો. હવે ભરૂચના કેબલ બ્રિજ ઉપર બે બાઇક ઉપર 4 યુવાનોએ ધારીયા અને કુહાડી સાથે બનાવેલો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

સસ્તી પ્રસિદ્ધિ માટે સોશ્યલ મીડિયા ઉપર લોકો ભાન ભૂલી રહ્યાં છે. જેઓ કેટલીકવાર પોતાના જીવ સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે, તો ક્યારેક શોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. સસ્તી પ્રસિદ્ધિની લ્હાયમાં કાયદાની આંટીધુટીમાં પણ આવી જાય છે. સુરત બાદ ભાઈગીરીના દ્રશ્યો બાઇક ઉપર ભરૂચના કેબલ બ્રિજ ઉપર જોવા મળ્યા હતા.

બે બાઇક ઉપર ચાર યુવાનો હાથમાં ધારીયા અને કુહાડી સાથે ફુલસ્પીડે પસાર થતા જોખમી ખેલ ખેલતા નજરે પડે છે. પોતાને ચીનુંભાઈ સાબિત કરવા બનાવેલો આ વીડિયો વાયરલ થતા હવે તેના ઘેરાપ્રત્યાઘાત પડી રહ્યાં છે. પોલીસ હવે આ ચાર યુવાનોને શોધી તેમની ભાઈગીરી ઉતારવા એક્શનમાં આવી છે.

કેબલ બ્રિજ ઉપર રાતે ખુલ્લેઆમ નગ્ન હથિયારોના પ્રદર્શન વચ્ચે તેનો વિડીયો બાનવી ભાઈગીરીના અભરખા સાથે આ વીડિયો પોતાના સ્ટેટ્સ ઉપર મુકવા સાથે સોશ્યલ મીડિયા વાયરલ થતા આ યુવાનો કોણ છે અને ક્યાં હેતુસર આ વીડિયો બનાવ્યો હતો તે તો પોલીસ પકડમાં આ સ્ટંટ બાજો આવ્યા બાદ જ ખબર પડશે.

ટ્રાફિકમાં અવરોધ, અકસ્માતને આમંત્રણ વચ્ચે પોતાની અને બીજાંની જિંદગી જોખમમાં મુકવા સાથે હથિયારોનું ખુલ્લેઆમ પ્રદર્શનમાં બે બાઇક ઉપર સવાર આ ચાર યુવાનો સામે શુ કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud