• અરવલ્લી જિલ્લાની ઓધવ વિદ્યા મંદિરમાં નવીન બિલ્ડીંગનાં લોકાર્પણમાં હજારોની ભીડ
  • મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યું ન હતુ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જેવુ તો કશું જ જોવા ન મળ્યું
  • કોરોનાના વધતાં કેસ વચ્ચે આ પ્રકારનાં કાર્યક્રમો થી સરકાર અને સત્તાધીશોએ ચેતવું જરૂરી

Watchgujarat.ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો કહેર શરૂ થઇ ગયો હોય તેમ સંક્રમણ ફેલાઇ રહ્યું છે છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસનાં કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્યની શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ કોરોના સંક્રમણમાં સપડાઇ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે છતાં લોકો ભીડ ભેગી કરીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે.

મળતી માહિતી મુજબ અરવલ્લીમાં કોરોનાના જાહેરનામાનો સરેઆમ ભંગ થયો છે. અહીં ધનસુરામાં શાળાનાં કાર્યક્રમમાં હજારો લોકોની ભીડ ઉમડતા કોરોના સંક્રમણ ફેલાવાનો ભય વધી ગયો છે.અરવલ્લી જિલ્લામાં કોરોના અંતર્ગત ક્લેક્ટરનાં જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. ધનસુરામાં શાળાનાં એક કાર્યક્રમમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી અને આ ભીડને જાણે કોરોનાનો કોઇ ડર ન હોય તેમ કોરોના ગાઇડલાઇનના સરેઆમ ધજાગરા કરતા નજરે પડ્યા હતા.

અરવલ્લી જિલ્લાની ઓધવ વિદ્યા મંદિરમાં નવીન બિલ્ડીંગનાં લોકાર્પણમાં કોરોના નિયમો નેવે મૂક્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઓધવ વિદ્યા મંદિરમાં નવીન બિલ્ડિંગના લોકાર્પણનો કાર્યક્રમ માટે કોણે મંજૂરી આપી તે પણ એક મોટો સવાલ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેમાં મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યું ન હતુ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જેવુ તો કશું જ જોવા મળ્યું ન હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય કે આ પ્રકારના કાર્યક્રમને કોણે મંજૂરી આપી છે ? જો કે સરકાર જ પોતાના જાહેર કાર્યક્રમો કરવામાં પાછુ વાળીને જોતી નથી તો પણ અન્ય લોકોને મંજૂરી આપવાનો સવાલ જ ક્યાં ઉભો થાય છે. પરંતુ આ પ્રકારનાં ખાનગી કે પછી સરકારી કાર્યક્રમો જો યોજાતા રહ્યા તો ત્રીજી લહેરને આવતા વાર નહીં લાગે. આ બાબત સરકાર તેમજ સત્તાધીશોએ ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud