• વિરપુરમાં સંત શિરોમણી જલારામબાપાની 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી 
  • દેશ-વિદેશમાંથી બાપાના ભક્તો દર્શન માટે ઉમટ્યા
  • ગામમાં ઘરે ઘરે રંગોળી પુરાઈ, તોરણ બંધાયાં, રોશનીનો શણગાર: વિશાળ શોભાયાત્રા નીકળી

WatchGujarat. દેશ-વિદેશના લાખો કરોડો ભાવિકોના આસ્થાના ધામ એવા વિરપુરમાં સંત શિરોમણી જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે જન્મજયંતિ સાદાયથી ઉજવાય હતી. ત્યારે આ વખતે જલારામબાપાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દેશ-વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ઊમટી પડ્યા છે. વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુમાં જણાવતા જલારામબાપાની જન્મજયંતીની ઉજવણી નિમિતે ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. વીરપુરવાસીઓએ ઘેર ઘેર પોતાના આંગણે અવનવી રંગોળીઓ દોરી છે. જેમાં જલારામબાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી છે. તેમજ અલગ અલગ ચોકમાં અવનવા ફ્લોટ તૈયાર કર્યા હતા. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં છે. થતા સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે. દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને પૂજ્ય બાપાના જન્મદિનનાં વધામણાં કરવામાં આવી રહ્યાં છે.

સવારથી જ બાપાનાં દર્શન કરવા માટે ભાવિકોની કતારો લાગી છે અને તેમની જન્મજયંતીને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પૂજ્ય જલારામબાપામાં અપાર શ્રદ્ધાને લઈને ભક્તો પણ લોકોનાં દુઃખ દૂર કરો એવી પ્રાર્થના કરી રહ્યા છે. બાપાની જન્મજયંતિને લઈને વિરપુરવાસીઓમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ગામની દીકરીઓએ શોભાયાત્રામાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ ચોકે ચોકે શોભાયાત્રાનું સ્વાગત કરી બાપાના દર્શન લોકો કરી રહ્યા છે. દર્શન કરવા આવેલા ભાવિકો માટે ચા-નાસ્તાની પણ સુવિધા રાખવામાં આવી હતી. દર્શન માટે ભાવિકોએ થાક્યા વગર મોડી રાત સુધી લાંબી લાઈન લાગવી હતી.

વીરપુર જય જલિયાણના નાદ સાથે જલારામમય બન્યું છે.આમ જલારામબાપાની જન્મજયંતીને લઈને સમગ્ર વીરપુરવાસીઓ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી. આયાત્રામાં સૌ કોઈ ભાવિકો ઉમટી પડ્યા હતા.વિરપુરના ઐતિહાસિક એવા મીનળવાવ ચોકમાંથી જલારામ બાપાની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ સાથે પૂજ્ય બાપાની 222મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રામાં પણ 222 કેક પૂજ્ય બાપાને ધરવામાં આવી છે. શોભાયાત્રામાં આવેલા ભાવિક ભક્તોને પ્રસાદરૂપે જલારામબાપાની કેક આપવામાં આવી હતી. આ કેક પૂજ્ય જલારામબાપાની જગ્યામાં જે ધર્મની ધ્વજા ફરકે છે તે પૂજ્ય બાપાની ધ્વજાના ત્રણ રંગ છે, લાલ, પીળો અને સફેદ તે જ ત્રણ રંગની એક એક કિલોની 222 કેક વિરપુરના સેવાભાવી યુવાનો દ્વારા બનાવવામાં આવી હતી. આમ બાપાની જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud