• સ્વેચ્છાએ ટ્રાફિક નિયમનું પાલન કરો અને મેળવો 100 રૂપિયાનું ફ્રી પેટ્રોલની કુપન
  • શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ‘મૈં ટ્રાફિક ચેમ્પ’ નામના નવતર અભિયાનનો શુભારંભ
  • ‘મૈં ટ્રાફિક ચેમ્પ’ ના અભિયાનમાં જોડાવા જાહેર જનતાને અપીલ

WatchGujarat. વડોદરા શહેરમાં દિવસે-દિવસે ટ્રાફિક સમસ્યા વધતી જાય છે જેના નિવારણ માટે શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.જે અંતર્ગત જે તમે સ્વેચ્છાએ ટ્રાફિક નિયમનું પાલન કરશો તો તમારુ જાહેરમાં સન્માન કરવામાં આવશે અને નાગરિકોને 100 રૂપિયાનું ફ્રી પેટ્રોલની કુપન આપવામાં આવશે.

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ‘મૈં ટ્રાફિક ચેમ્પ’ નામના નવતર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન સમગ્ર વર્ષ દરમ્યાન ચાલશે અને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તમામ નાગરિકો સુધી પહોંચશે. સ્થાનિક લોકોનો સંપર્ક કરીને તેઓની સ્થાનિક ટ્રાફિકને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે એ જ પ્રમાણે, જે નાગરિકો ટ્રાફિકના નિયમોનું સ્વેચ્છાએ પાલન કરતા હશે તેઓનું જાહેરમાં સન્માન કરી પ્રોત્સાહન ઇનામો આપવામાં આવશે.

આ અભિયાનના ભાગરૂપે વડોદરાનાં તમામ નાગરિકો સુધી રોડ સેફ્ટીનો સંદેશો પહોંચાડવા અને તમામ લોકોને આ અભિયાનમાં જોડાઇ દંડની બીકથી નહિ પરંતુ પોતાની સલામતી માટે સ્વેચ્છાએ ટ્રાફિકનાં તમામ નિયમોનું પાલન કરે તે હેતુથી રોડ સેફ્ટીના નિયમોનું સ્વેચ્છાએ પાલન કરતા નાગરિકોને 100 રૂપિયાનું ફ્રી પેટ્રોલની કુપન આપવામાં આવશે અને અભિયાન આખુ વર્ષ ચાલશે.તમામ ઓઇલ મોર્કેટીંગ કંપનીઓ તેમજ મધ્ય ગુજરાત પેટ્રોલ અને ડીઝલ ડીલર્સ એસોસીએશનએ વડોદરા શહેર પોલીસનાં આ અભિયાનમાં સહભાગી થયેલ છે તેઓએ આ ફાળો આપેલ છે.

આથી વડોદરા શહેરની તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપ પણ આ ‘મૈં ટ્રાફિક ચેમ્પ’ ના અભિયાનમાં જોડાઓ અને આપણે બધા સાથે મળીને વડોદરા શહેરને રોડ સેફ્ટીની દૃષ્ટિએ સૌથી સુરક્ષિત અને નમૂનારૂપ શહેર બનાવીએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud