WatchGujarat. રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ મંગળવારે સવારે 8 વાગ્યાથી જુદા જુદા શહેરોમાં ફાળવેલા કેન્દ્રો પર મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. મતગણતરી કેન્દ્રોમાં કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે કેન્દ્ર બહાર ઉમેદવારોના સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ 46 ટકા મતદાન થયું હતું. જેની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 6 મનપાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના કુલ 144 વોર્ડના 575 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.
અમદાવાદ: મતગણતરીની શરૂઆત સમયે માહોલ નિરસ
એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. ભાજપના ખાનપુર ખાતેના કાર્યાલય ખાતે મતગણતરીની શરૂઆત સમયે ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે. એલ.ડી.કોલેજના 2 નંબરના ગેટ પાસે બેરિકેન્ડિંગ કરી રસ્તા બંધ કરવામાં આવ્યા, વાહન લઇને જવા પર પ્રતિબંધ, પોલીસ ઉપરાંત BSFનો બંદોબસ્ત ગોઠવાયો છે, ઉમેદવારો 3 નંબરના ગેટથી વાહન લઇને આવી શકશે.
રાજકોટ: અલગ અલગ 6 સેન્ટર પર મતગણતરી શરૂ
ટૂંક સમયમાં અલગ અલગ 6 સેન્ટર પર મતગણતરી કરવામાં આવશે. વોર્ડ નંબર 4 , 5 અને 6 નંબરની ગણતરી ચૌધરી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે. ચૌધરી હાઈસ્કૂલ ખાતે આ વર્ષે LED સ્ક્રીન પર પરિણામ ના બદલે લગ્ન જેવા મંડપ નીચે સ્પીકર પર પરિણામ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. ખોબા જેવડા રાજકોટમાં 6-6 જગ્યા પર મતગણતરી રાખતા પોલીસ અને વહીવટી તંત્ર સહિત તમામ અધિકારીઓ કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે.
સુરત: મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી બે કેન્દ્રો શરૂ થશે
સુરતમાં મતગણતરી સેન્ટર પર મહિલા પોલીસની તબિયત બગડી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી બે કેન્દ્રો ઉપર શરૂ થઈ ગઈ છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને એસવીએનઆઇટી કોલેજ ખાતે કરાશે. મતગણતરી સેન્ટરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્રો પર ધીરે ધીરે ઉમેદવારો અને તેમના એજન્ટો મતગણતરી સેન્ટર ખાતે પ્રવેશી રહ્યા છે મતગણતરી સેન્ટરની બહાર તમામ અપડેટ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા માટે સ્ક્રીન પર ગોઠવવામાં આવી છે.
વડોદરા: પોલિટેકનિક કોલેજમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે
21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે સવારે 9 વાગ્યાથી પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં EVM મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મતગણતરી સ્થળ ફરતે અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતગણતરી ત્રણ રાઉન્ડમાં થશે. જેમાં પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-1, 4, 7, 10, 13 અને 16ના પરિણામો આવશે. ત્યાર બાદ બીજા રાઉન્ડમાં વોર્ડ નંબર 2, 5, 8, 11, 14 અને 17ના પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં વોર્ડ નંબર- 3, 6, 9, 12, 15, 18 અને 19ના પરિણામ જાહેર કરવામાં આવશે. પોલિટેકનિક કોલેજ બહારથી નગરજનો પરિણામ જોઇ શકે તે માટે સ્ક્રીન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર: વોર્ડ 16ની 64 બેઠકોની મત ગણતરી ટૂંક સમયમાં હાથ ધરાશે
જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ 16 ની 64 બેઠકો માટેની મત ગણતરી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. શહેરમાં ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરીયા કોલેજમાં ચાર હોલમાં ગણતરી થશે. જેને લઇને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગણતરીના ટેબ્લો ગોઠવવામાં આવ્યા છે. જેમાં ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં ઉમેદવારોના ભાવિ કેદ થયા છે જેને મૂકવામાં આવ્યા છે તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે.
ભાવનગર: 52 બેઠકો પર લડનારા 211 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો
ભાવનગર મનપાના 13 વોર્ડની 52 બેઠકો પર ચૂંટણી લડનારા 211 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. આજે હાથ ધરાનારી મતગણતરી માટે સરકારી એન્જિનિયરીંગ કોલેજમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. મતગણતરી કેન્દ્ર ખાતે જુદા જુદા બે બિલ્ડીંગમાં વોર્ડ વાઇઝ કુલ 4 સ્ટ્રોંગ રૂમ તથા 4 મતગણતરી કેન્દ્રની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ તમામ કેન્દ્રો પર સુરક્ષા હેતુ પોલીસ તેમજ એસ.આર.પી. જવાનો સહિત ઉચ્ચ અધિકારીઓનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તેમજ તમામ વિસ્તારને સી.સી.ટી.વી. કેમેરાથી રક્ષિત કરવામાં આવ્યો છે.