વોલનેટ કૂકીઝ નાના બાળકી થી લઇને મોટા સુધી સૌને ખુબ ભાવે છે. તેનો સ્વાદ લાજવાબ હોય છે અને પોષકતત્ત્વોથી પણ ભરપૂર હોય છે. તમે ઘરે પણ આ રેસિપી ખુબ સરળતાથી બનાવી શકો છો અને તેમાં એગ્સ નાખવાની પણ જરૂર પડતી નથી.આ કૂકીઝ બાળકોને ખુબ પ્રિય હોય છે. આ કૂકીઝ એગ્સ સાથે અને એગ્સ વગર પણ બનાવી શકાય છે. તો ચાલો ફટાફટ નોંધી લો તેને બનાવવાની રેસિપી.

વોલનટ કૂકીઝ બનાવવા માટેની સામગ્રી :

1 કપ લોટ, 1/4 કપ ઘઉંનો લોટ, 1/2 કપ માખણ, 1 કપ બુરું ખાંડ, 3/4 કપ અખરોટ ઝીણાં સમારેલા, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 1 ટીસ્પૂન બેકિંગ પાઉડર, 1/4 ટીસ્પૂન એલચી પાવડર, 3/4 કપ દૂધ, 1 ચમચી ચોકો ચિપ્સ

વોલનટ કૂકીઝ બનાવવાની રીત :

સૌ પ્રથમ, એક વાટકીમાં, લોટ, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર મિક્સ કરો.અન્ય એક બાઉલમાં ખાંડ અને માખણ મિક્સ કરો અને એકર કરી લો. પછી તેમાં ઈલાયચી પાવડર અને દૂધ નાખી મિક્સ કરો.

આ પછી તેમાં લોટનું મિશ્રણ અને અખરોટ નાંખો અને મિશ્રણ એકરસ કરીને કણક બનાવી લો. અને આ કણકને 20 મિનિટ માટે ફ્રિજમાં સેટ થવા દો. દરમિયાન, માઇક્રોવેવને 180 ડિગ્રી સેલ્સિયસ પ્રીહિટ કરવા મૂકો. નિર્ધારિત સમય પછી, બેકિંગ ટ્રે પર બટર પેપર બીછાવો; અને તેને માખણથી ગ્રીસ કરો.

હવે, કણકના નાના – નાના લુવા બનાવો. તેમાં વચ્ચે ચોકો ચિપ્સ અને અખરોટ લગાવો. હવે આ તૈયાર કરેલા લુવા બેકિંગ ટ્રે પર મૂકો અને 15 મિનિટ સુધી માઇક્રોવેવમાં બેક કરો. નિર્ધારિત સમય પછી,માઇક્રોવેવમાંથી ટ્રે કાઢી લો.અને તેને ઠંડા કર્યા બાદ, ચા કોફી સાથે લીજજત માણો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud