• ખાસવાડી સ્મશાનગૃહમાં કોરોનાના મૃતકોની અંતિમ વિધી કરનાર કર્મવીરો સાથે સુનિલ સોલંકીએ ઉજવણી કરી
  • સુનિલ સોલંકીએ પોતાનો જન્મદિવસ અને પુત્રની લગ્નતિથી સ્મશાનગૃહમાં ઉજવી
  • ખાસવાડી સ્મશાનગૃહના કર્મવીરોને સાલ ઓઢાડી અને તેમના પરિવારની બહેનોને સાડી આપી સન્માન કર્યું

 

#VADODARA - કોરોના કાળના અનોખા કર્મવીરો સાથે BJP ના નવનિયુક્ત મહામંત્રી સુનિલ સોલંકીએ જન્મદિવસ ઉજવ્યો

WatchGujarat  શહેર BJPના નવનિયુક્ત મહામંત્રી અને પૂર્વ મેયર સુનિલ સોલંકી દ્વારા આજરોજ પોતાના જન્મ દિવસની તેમજ પુત્રની લગ્નતિથીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સુનિલ સોલંકીએ હોટલ કે રેસ્ટોરન્ટમાં ધામધૂમથી ઉજવણી કરવાને બદલે ખાસવાડી સ્મશાનગૃહ ખાતે કોરોનાનો ભોગ બનેલાં મૃતકોના અંતિમ સંસ્કાર કરનાર સ્ટાફની સાથે માનવતાભર્યા અભિગમ સાથે ઉજવણી કરી હતી.

 

#VADODARA - કોરોના કાળના અનોખા કર્મવીરો સાથે BJP ના નવનિયુક્ત મહામંત્રી સુનિલ સોલંકીએ જન્મદિવસ ઉજવ્યો

તાજેતરમાં શહેર ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ મેયર સુનિલ સોલંકીને મહામંત્રી પદે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. કોરોના કાળમાં ફરજ બજાવવા માટે તબીબો, નર્સો, પોલીસ વગેરેને સન્માનિત વિવિધ સ્તરે કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે, પરંતુ, કોરોનાથી મૃત્યુ પામેલાંઓને અંતિમ સંસ્કાર આપનારા સ્મશાનના સ્ટાફની ખાસ નોંધ લેવાઈ નથી. આ સંજોગોમાં સુનિલ સોલંકીએ આજે ખાસવાડી સ્મશાનના સ્ટાફ સાથે પોતાનો જન્મ દિવસ તેમજ પુત્રની લગ્નતિથી ઉજવવાનું નક્કી કર્યું હતું.

 

#VADODARA - કોરોના કાળના અનોખા કર્મવીરો સાથે BJP ના નવનિયુક્ત મહામંત્રી સુનિલ સોલંકીએ જન્મદિવસ ઉજવ્યો

કોરોના કાળમાં પરિવારને જોખમમાં મુકી કોરોનાગ્રસ્ત મૃતકોની અંતિમવિધિ કરનારા કર્મવીરોનું શાલ ઓઢાડીને સન્માન કરવા સાથે સુનિલ સોલંકીએ પરિવારજનો સાથે ખાસવાડી સ્મશાનમાં ઉજવણી કરી હતી.

તેમજ ખાસવાડી સ્મશાનગૃહના કર્મવીરોના પરિવારની બહેનો માટે સાડી આપવામાં આવી હતી. એકંદરે, સુનિલ સોલંકીએ કોરોના કાળમાં ખાસ મહત્વ નહીં પ્રાપ્ત કરનાર કર્મવીરોના મુખ પર સ્મિત લાવીને પોતાના જન્મ દિવસની અને પુત્રની લગ્નતિથીની અનોખી ઉજવણી કરી હતી.

More #BJP #VMC #VADODARA #KHASWADI #VADODARA NEWS
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud