• સફાઈ કામદાર તરીકે ભરતી કરવામાં આવેલા ઉજળિયાત સમાજના કર્મચારીઓ પાસે સફાઈ કામગીરી કરવાના બદલે ઓફિસનું કામ કરાવતા હોવાના આક્ષેપો
  • ઉજળીયાત વર્ગના ત્રણ જેટલા કર્મચારીઓ પાસે સફાઈ કામગીરી કરવાના બદલે ઓફિસ કામગીરી કરાવામાં આવતી
  • યુનિયનનો આક્ષેપ છે કે ડોક્ટર શ્રોફ પોતાના માણસોને સારી સારી જગ્યા ઉપર બદલી કરી આપે છે

સુરત. એસએમસી પણ હાલ વિવાદોમાં સપડાયેલું જોવા મળી રહ્યું છે. એક બાજુ સરકાર ગરીબો દલિતો અને પછાત સમાજના લોકોને આગળ લાવવા માટે પ્રયાસ કરી રહી છે. ત્યારે સુરત એસએમસીના કેટલાક અધિકારી સરકારની આ નીતિને આગળ લાવવામાં વામણા પૂરવાર થઈ રહ્યા છે. સફાઈ કામદાર તરીકે ભરતી કરવામાં આવેલા ઉજળિયાત સમાજના કર્મચારીઓ પાસે સફાઈ કામગીરી કરવાના બદલે ઓફિસનું કામ કરાવતા હોવાના આક્ષેપો સાથે આજે સુરત મહાનગરપાલિકા કતારગામ ઝોન ઓફિસ નાયબ આરોગ્ય અધિકારી ઉપર શાહી ફેંકવામાં આવી હતી. અને તેમની વહાલા દવાલાની નીતિ સામે વિરોધ કરવામાં આવ્યો હતો.

સુરત મહાનગરપાલિકા કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી સફાઈ કર્મચારીઓમાં કામગીરી બાબતે ભેદભાવ કરે છે. થોડા સમય અગાઉ ડીંડોલી ઝોન ઓફિસમાં નોકરી ઉપર રાખવામાં આવેલા ઉજળીયાત વર્ગના ત્રણ જેટલા કર્મચારીઓ પાસે સફાઈ કામગીરી કરવાના બદલે ઓફિસ કામગીરી કરાવામાં આવતી હોય એવી વાત સામે આવી હતી. આ ત્રણે કર્મચારીઓની ત્રણ મહિના માટે માત્ર દેખાવ પૂરતી બદલી કરવામાં આવી હતી. અને ફરીથી તેમને અધિકારીની છત્રછાયામાં પાછા ડીંડોલી ખાતે બદલી કરી દેવામાં આવી હતી.

મંગળવારે સુરત મહાનગરપાલિકા કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી શ્રોફનો ડો. બાબા સાહેબ આંબેડકર યુનિયનના પ્રમુખ અને તેમના સાથીઓએ વિરોધ કરી ભારે હોબાળો કર્યો હતો. જેમાં અધિકારી ઉપર શાહી ફેંકવામાં આવી હતી. યુનિયનનો આક્ષેપ છે કે ડોક્ટર શ્રોફ પોતાના માણસોને સારી સારી જગ્યા ઉપર બદલી કરી આપે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીંડોલી ઓફિસમાં કર્મચારી તરીકે લેવામાં આવેલા કર્મચારી પૈકી એક કર્મચારી તો નોકરી ઉપર ચાર બંગડીવાળી ઓડી ગાડી લઈને પણ આવે છે. જો ખરેખર સફાઈ કર્મચારી ભરતી કરવામાં આવી હોય. ત્યારે એમની પાસે સફાઈ કરવાના બદલે ઓફિસનું કામ કરવામાં આવતું હોય તો બીજા કર્મચારીઓ સાથે અન્યાય થઇ રહ્યા હોવાનો આક્ષેપ હાલ કર્મચારીઓ અને યુનિયનના માણસો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud