• અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી કેમીકલ ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટનામાં 9 લોકોના મોત
  • પીએમ મોદીઓ ઘટના અંગે ટ્વિટ કરી સંવેદના વ્યક્ત કરી
  • રેસ્ક્યુ કામગીરી ચાલી રહી હોવાને કારણે મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા

અમદાવાદ. બુધવારે બપોરે અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી કેમીકલ ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના બની હતી. બ્લાસ્ટને કારણે કેમીકલ ફેક્ટરીની આસપાસ આવેલી કંપનીની છત ધરાશાયી થતા 25 જેટલા લોકો ફસાયા હતા. જેમાંથી 9નાં મોત થઈ ગયાં છે. અને 2ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. સાંજ સુધી ફાયરબ્રિગેડની 24 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આગ અકસ્માતની ઘટનાને કારણે આગ પર કાબુ મેળવી લીધા બાદ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. સ્થળ પર શાહ આલમ, સરખેજ ઘોડાસર, નારોલ, વટવા 1 & 2, લાંભાથી 108 ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને એલ.જી હૉસ્પિટલ માટે રવાના કરવામાં આવ્યા હતા. આગ અકસ્માતમાં નજમુનિશા શેખ (ઉં.વ.30), ક્રિશ્ચિયન રાગિણી (ઉં.વ.50), કલુઆ બુંદુ (ઉં.વ.41), યુનુસ મલિક મૃત્યુ પામ્યા હતા. અન્ય 5 મૃતકોની ઓળખ કરવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

સમગ્ર મામલે પ્રધાનમંત્રી મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું. અને ઘટના અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. અને સ્થાનિત સત્તાધીશોને ઇજાગ્રસ્તની જરૂરી મદદ પહોંચાડવા માટે જણાવ્યું હતું.

નોંધનીય છે કે, સાહિલ એન્ટરપ્રાઇઝ ભુટાભાઇ ભરવાડ નામની વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે. જેની હાલમાં પોલીસ પૂછપરછ કરી રહી છે. ફેક્ટરીમાં ફાયરસેફ્ટીના સાઘનો પણ ન હોવાનું સામે આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud