• વેરાવળમાં રોમીયોગીરી કરતા યુવાનને કાયદાનો પાઠ ભણાવતી વેરાવળ 181 અભયમ્ મહિલા હેલ્પલાઈન
  • અભયમની ટીમે યુવતીને આશ્વાસન આપ્યું અને રોમિયોગીરી કરતા યુવાન સામે લાલ આંખ કરી
  • યુવાને યુવતી પાસે મિત્રતાની માંગણી કરી હતી અને જો કોઈ ને જાણ કરશે તો માતા પિતાની હાલત ખરાબ કરીશ તેવી ધમકી આપી

વેરાવળ. રાજ્યની મહિલાઓ અને યુવતીઓને ઘરેલુ હિંસા હોય કે પછી અન્ય કોઈ હેરાનગતિ હોય ત્યારે બહેનોને સયમસર પહોચી ઘણા પરીવારને 181 મહિલા હેલ્પલાઈન તૂટતા બચાવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા કાર્યરત 181 મહિલા હેલ્પલાઈન બહેનો માટે આશીર્વાદરૂપ પણ સાબિત થઈ રહી છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એક યુવતીને તેમના પડોશમાં રહેતો યુવાન સતત ત્રણ મહિનાથી પીછો કરી યુવતીને અવાર-નવાર હેરાન પરેશાન કરી અપશબ્દો બોલતો હતો. એટલું જ નહિ યુવતી પાસે મિત્રતાની માંગણી કરતો હતો. અને જો કોઈ ને જાણ કરશે તો માતા પિતાની હાલત ખરાબ કરીશ તેવી ધમકી આપી જબરદસ્તી કરતો હતો. પરંતુ યુવતીએ હિમંત બતાવીને તેણીની પાછળ પીછો કરતા જ યુવતીએ સમજદારી દાખવીને ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગી હતી.

વેરાવળ 181 અભયમને કોલ મળતા જ કાઉન્સેલર સંતોકબેન માવદીયા અને કોન્સ્ટેબલ સોનીબેન સહિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થળ પર પહોંચી યુવતી ગભરાઈ ગઈ હોય તેથી તેણીને આશ્વાસન આપ્યું અને શાંતિપૂર્વક બેસાડીને સંપૂર્ણ ઘટના વિશે પૂછપરછ કરી હતી. યુવતીએ આપવીતી જણાવતા અભયમની ટીમ એક્શનમાં આવી હતી. અને રોમિયોગિરી કરતો યુવાનને બોલાવી કાયદાકીય પાઠ ભણાવ્યો હતો. તેમજ યુવતી આગળ કેસ દાખલ કરવા માંગતા ન હોવાથી યુવાન પાસેથી ફરી ક્યારેય પણ આવી ભુલ નહીં કરી તેવી લેખીત બાંહેધરી લઇ કાયદાકીય પાઠ ભણાવી 181 અભયમ્ દ્વારા પ્રસશંનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.

181 અભયમ દ્વારા મહિલા સંબંધિત સમસ્યાઓમાં કાઉન્સિલીંગ સહિતની મદદ કરવામાં આવતી હોય છે. કોઇ પણ પ્રકરાની હિંસા અથવાતો હેરાનગતિનો ભાગ બનનાર મહિલાઓએ અભયમની ટીમનો તાત્કાલિક સંપર્ક કરવો જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud