• કેશુભાઇ પટેલનું 92 વર્ષની ઉંમરે નિધન
  • ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ સહિતના અનેક ઉચ્ચ રાજકીય પદો પર તેઓ સેવા આપી ચુક્યા હતા
  • કોરોના પોઝીટીવ થયા બાદ સાજા થયા હતા, ત્યાર બાદ પુન તબિયત લથડી હતી
  • શ્વાસ લેવાની તકલીફ બાદ હોસ્પિટલમાં લઇ જવાયા બાદ નિધન

અમદાવાદ. ગુજરાતના રાજકારણમાં સૌથી જુના ખેલાડી કેશુભાઇ પટેલનું 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાને શ્વાસમાં લેવાની તકલીફ બાદ તેમને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું છે.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની શરૂઆતમાં ખુબ મોટી ભુમિકા ભજવનાર અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું ગુરૂવારે નિધન થયું છે. કેશુભાઇ પટેલ ગુજરાત રાજ્યના વર્ષ 1995 માં મુખ્યમંત્રી થયા હતા. ત્યાર બાદ ડેપ્યુટી સીએમના પદ પર રહી ચુક્યા છે. તેની સાથે તેઓ લોકસભા અને રાજ્યસભાના મેમ્બર તરીકે પણ દેશ સેવા કરી ચુક્યા છે. વર્ષ 2012 માં ભાજપ સાથે છેડો ફાડીને પરિવર્તન પાર્ટી શરૂ કરી હતી. 2012 માં કેશુભાઇ પટેલ વિસવાદર બેઠક પરથી ચુંટણી જીત્યા હતા.

ગુજરાતના રાજકારણમાં લાંબો સમય તેમણે વિવિધ પદ પર રહીને લોકસેવા કરી હતી. થોડા સમય પહેલા કેશુભાઇને કોરોના પોઝીટીવ થતા તબિયત બગડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર બાદ તબિયત સુધરતા તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્યાર બાદ પુન શ્વાસ લેવા અને ફેફસામાં તકલીફ પડતા તેમની તબિયત લથડી હતી. ગુરૂવારે સવારે સારવાર અર્થે કેશુભાઇને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud