તુ મંત્રીનો ડ્રાઇવર હોય તો તારા ઘરે એવું કહી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ
ગાડીનો દરવાજો કેમ ખુલ્લો રાખ્યો છે એમ કહી યુવકે ડ્રાઇવરના માથામાં લોખંડની પાઇપ મારી
અમદાવાદ: અમદાવાદમાં ભાજપના મહામંત્રી કૌશિક જૈનના ડ્રાઇવરના માથા પર પાઇપ મારવાની ઘટના સામે આવી છે. શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલ ભાજપના કાર્યાલય પાસે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ભાજપના મહામંત્રી કૌશિક જૈનના ડ્રાઇવરને પ્રશાંત પટેલ નામના વ્યક્તિએ કારના દરવાજા બંધ કરવા બાબતે માર માર્યો હોવાની ઘટના બની હતી. પ્રશાંત પટેલને ધમકી આપી કે મંત્રીનો ડ્રાઇવર હોય તો તારા ઘરે તેમ કહી ફટકાર્યો હતો.
ગાડીનો દરવાજો ખુલ્લો રાખવા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી
ભાજપના મહામંત્રી કૌશિક જૈનની ગાડીના ડ્રાઇવર તરીકે કામ કરનાર હિમાંશુભાઇ કૌશિક જૈનને લઇને ખાનપુર ભાજપ કાર્યાલય લઇને પહોચ્યા હતા. ત્યાર બાદમાં ડ્રાઇવર હિમાંશુ ભાઇ કાર્યાલયની સામે ગાડી પાર્ક કરીને દરવાજા ખુલ્લા રાખીને બેઠા હતા. આ સમયે ત્યાથી પસાર થઇ રહેલ પ્રશાંત પટેલ નામના વ્યક્તિએ જોરથી ધક્કો મારી દરવાજો બંધ કરી જતો રહ્યો હતો. આ બાબતે ડ્રાઇવર હિમાંશુ ભાઇ અને પ્રશાંત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
તુ મંત્રીનો ડ્રાઇવર હોય તો તેના ઘરે કહી ડ્રાઇવરના માથામાં લોખંડની પાઇપ મારી
ગાડીના દરવાજાને ધક્કો કેમ માર્યો તેમ કહેતા જ પ્રશાંત પટેલ ઉશ્કેરાઇ ગયો હતો અને તુ મંત્રીનો ડ્રાઇવર હોય તો તારા ઘરનો તેમ કહી ડ્રાઇવરના માથામાં લોખંડની પાઇપ મારી હતી. ઇજાગ્રસ્ત થયેલા ડ્રાઇવરને કૌશિક જૈન SVP હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યા તેમની સારવાર કરવામાં આવી હતી. પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા શાહપુર પોલીસે પ્રશાંત પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે