અમદાવાદ.  શહેરમાં છેડતીનો એક એવો કિસ્સો સામે આવ્યો જે તમને સાંભળીને હસવું પણ આવશે અને ચોંકી પણ જશો. અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પતિ નહીં પણ એક યુવતી સામે છડતી કરવાની ફરિયાદ નોંધાઇ છે. આ કિસ્સામાં પતિ-પત્નીએ એક યુવતી સામે ફરીયાદ કરતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં જ પોતાના હાથમાં બ્લેડના ઘા મારી દીધા હતા. જેને પગલે પોલીસ મથકે ભાગદોડ મચી ગઇ હતી.

એક યુવતી ગંદા-ગંદા ઇશારા કરતા પતિએ પત્નીને જાણ કરી

પોલીસના જણાવ્યા પ્રમાણે શાહીબાગના અસારવામાં એક કપલ રહે છે જેમાં પતિ અસારવામાં આવેલ શૌચાલયનું સંયાલન કરે છે. ફરિયાદ નોંધાવનાર પત્નીના જણાવ્યા અનુસાર તેનો પતિ જે સૌચાલયમાં કામ કરે છે. ત્યા છેલ્લા 1 મહિનાથી તે જ વિસ્તારમાં રહેતી એક યુવતી તેને ગંદા – ગંદા ઇશારા કરી બોલાવે છે. આ વાતની જાણ પતિએ તેની પત્નીને કરી હતી. જેથી રવિવારે પત્ની શૌચાલય પર તેના પતિ પાસે ગઇ ત્યારે એ યુવતી પણ ત્યાં આવી હતી. પત્નીએ તે યુવતીને સમજાવી હતી કે આ પ્રકારની હરકતો બંધ કરી દે. પણ ત્યારે તે યુવતીએ ઝઘડો કરતા પતિ-પત્નીએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો.

પોલીસ યુવતીને સમજાવા જતાં યુવતીએ પોલીસ મથકે જ હાથમાં બ્લેડના ઘા માર્યા

સમગ્ર મામલો શાહીબાગ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો. જ્યાં પોલીસે યુવતીને સમજાવવા જતા તેણે પોતાના કાંડામાં બ્લેડથી ઘા મારી ઇજા પહોંચાડી હતી. પોલીસ સ્ટેશનમાં બનેલી આ ઘટનાને પગલે દોડધામ મચી ગઇ હતી. પોલીસે પત્નીની ફરિયાદને આધારે યુવતી સામે આઇપીસી (IPC) ની કલમ 363 અને 294 (ક) હેઠળ ગુનો નોંધીને યુવતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud