સુરત. ગુજરાતમાં રખડતા ઢોરોના કારણે અવર રસ્તાઓ પર અકસ્માતની ઘટનાઓ જોવા મળે છે. અને કેટલાક કિસ્સાઓમાં વાહન ચાલકનું મોત પણ થાય છે.
નવસારીમાં નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસર સામે રખડતા ઢોર બાબતે એક વકીલે કરેલી અરજી ને માન્ય રાખીને કોર્ટ દ્વારા ચીફ ઓફિસર સામે ફરિયાદ કરવા માટે પોલીસને હુકમ કર્યો હતો.નવસારી ચીફ ઓફિસર સામે ફરિયાદ ની ઘટના સુરતમાં ના બને તે માટે સુરત મહાનગરપાલિકાની ટીમ પણ હાલ રસ્તા પર રખડતા ઢોરોને પકડવાની કામગીરી જોર જોરથી શરૂ કરી છે તેવું લાગી રહ્યું છે.
https://youtu.be/Xk3LXNK73Mk
રવિવારે સવારે પુણા ગામ વિસ્તાર માં સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પાલિકાની ટીમ પુણા વિસ્તાર માં અલગ-અલગ ટિમો બનાવી રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરી હતી. એ દરમિયાન ઢોલના માલિકો ને આ વાતની જાણ થતાં ઢોર માલિકોએ એકઠા થઈને પાલિકાની ટીમનો ઘેરાવ કર્યો હતો.
પશુપાલકોએ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલા ઢોરોને ગાડીમાંથી બળજબરીપૂર્વક છોડવાની કોશિશ કરતા પાલિકાના કર્મચારી અને પશુપાલકો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. જેમાં પાલિકાના કર્મચારી અને પશુપાલકોને સામાન્ય ઇજા થઇ હતી. આ ઘટનાની જાણ પુના પોલીસને થતા પુના પોલીસે પશુપાલકો વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે
રખડતા ઢોરોના ત્રાસ ને લઈ સ્થાનિક રહેવાસીઓ દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકામાં ફરિયાદો કર્યા છતાં પણ પાલિકા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં માટે નિષ્ફળ સાબિત થઈ છે તેવું લાગે છે..