ઝરણાવાડી ગામના સાળા બનેવી સાથે તેના પરીવારના 8 સભ્યો નેત્રંગ પોલીસ સ્ટેશનથી પરત જઈ રહ્યા હતા
કંબોડીયા વણાંક પર ચાસવડ સામેથી આવી રહેલી ગાડીએ લાઇટ મારતા સ્કોર્પિયો કારના ડ્રાઇવરે તેનો પીછો 160 કિમીની ઝડપે કર્યો
ભરૂચ. નેત્રંગ પાસે કંબોડિયા ગામના વણાંક નજીક બુધવારે મોડી રાત્રે ઝરણાવાડી ગામના યુવાનની સ્કોર્પિયો પુર ઝડપે કાર ઝાડ સાથે અથડાઇને પલ્ટીઓ ખાઇ ગઇ હતી. જેમાં ઘટના સ્થળે જ 2 મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. 3 ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામના ગણેશ વસાવા અને સુરતના માંગરોળના સતિષનો સાળા બનેવીનો પરિવાર નેત્રંગથી સ્કોર્પિયો કારમાં ઝરણાવાડી જઇ રહ્યા હતા, તે સમયે ચાસવડ ગામે સામે કોઇ ગાડીવાળાએ ગણેશની કાર પર સીધી લાઇટ મારતા તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન ગણેશએ 160ની ઝડપે સ્કોર્પિયો હંકારતા કંબોડીયાના ટર્નિંગ ઉપર સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી કાર ઝાડ સાથે અથડાઇને પલ્ટી ખાઇ ગઇ હતી અને કારમાં બેઠેલા તમામ લોકો બહાર ફંગોળાયા હતા..
જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 108માં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ગણેશભાઇ વસાવા અને તેમની પત્ની સંગીતાબેન વસાવા અને સતિષ રમણભાઇ વસાવાની હાલત ગંભીર હોવાથી તેઓને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 લોકોના નામ
નિર્મળભાઇ લક્ષ્મણભાઇ વસાવા(ઉં.26), (રહે, ઝરણાવાડી,નેત્રંગ, ભરૂચ)
બાજુબેન ગણેશ વસાવા (ઉં.30), (રહે, ઝરણાવાડી,નેત્રંગ, ભરૂચ)
નીતાબેન સતિષભાઇ વસાવા (ઉં.35) (રહે,ભીલવાડા, માંગરોળ, સુરત)
રાકેશભાઇ રામજીભાઇ વસાવા (રહે,ભીલવાડા, માંગરોળ, સુરત)
ઇજાગ્રસ્તોના નામ
ગણેશભાઇ નટવર વસાવા, (રહે, ઝરણાવાડી,નેત્રંગ, ભરૂચ)
સંગીતાબેન ગણેશ વસાવા, (ઉ.32) (રહે, ઝરણાવાડી,નેત્રંગ, ભરૂચ)
હાર્દિક સુધિરભાઇ વસાવા, (ઉ.20), (રહે, ઝરણાવાડી,નેત્રંગ, ભરૂચ)
સતિષભાઇ રમણભાઇ વસાવા (ઉ.40), (રહે,ભીલવાડા, માંગરોળ, સુરત