ભરૂચ-દહેજ રોડ પર વેસદરા ગામ પાસે સર્જાયેલ અકસ્માત
હોટલ તરફ જવા ડિવાયડરમાંથી અચાનક ટેન્કર ચાલકે વળાંક લેતાં ઘટના બની
ભરૂચ. અંક્લેશ્વરથી મેઘમણી કંપનીના 18 કર્મીઓને નાઇટ શિફ્ટમાં લઇ જતી બસ દહેજ રોડ પર વેસદરા ગામ પાસે થી પસાર થઇ રહી હતી. દરમિયાનમાં એક ટેન્કરે રોડના ડિવાઇડરમાંથી અચાનક વળાંક લેતાં બસ ટેન્કરના પાછળના ભાગે ભટકાઇ જતાં અકસ્માત થયો હતો. જેમાં બસના ડ્રાઇવર સહિત 3 જણાને ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે અન્ય 10 જેટલાં મુસાફરો ઘવાયાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દહેજમાં આવેલી મેઘમણી કંપનીની બસ અંક્લેશ્વર તેમજ અન્ય વિસ્તારોમાંથી કંપનીના કર્મીઓને બેસાડી નાઇટ શિફ્ટમાં જવા માટે રવાના થઇ હતી. દરમિયાનમાં બસ દહેજ રોડ પરથી પસાર થઇ રહી હતી. તે વેળાં ડ્રાઇવર અજયભાઇ પુરઝડપે બસ હંકારી રહ્યાં હતાં. અરસામાં વેસદડા ગામ પાસે એક ટેન્કર ચાલકે હોટલમાં જવા માટે રોડના ડિવાયડરમાંથી અચાનક પોતાનું ટેન્કર વળાવી દીધું હતું. જોકે, બસ પુરઝડપે હોઇ ડ્રાઇવર અજયે સ્ટિયરિંગ પર કાબુ મેળવવાની કોશિષ કરવા છતાં ટેન્કરના પાછળના ભાગે ભટકાઇ ગઇ હતી.
અકસ્માતમાં અંક્લેશ્વરના ગડખોલ વિસ્તારમાં રહેતાં શૈલેષ શંભુ પટેલ,ઉદયપ્રસાદ યાદવ તેમજ બસના બીજા ડ્રાઇવર જગદિશને ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે બસમાં બેસેલાં 18 કર્મીઓ પૈકી 10 કર્મચારીઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.