• ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા કોંગ્રેસના 3 અને ભાજપના 1 MLA કોરોના સંક્રમિત
  • સચિવાલયના દરેક કર્મચારીનો ટેસ્ટ કરાશે
  • આગામી સત્ર 21મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે વિધાનસભાનું સત્ર શરૂ થશે

ગાંધીનગર. ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે હવે સચિવાલય અને વિધાનસભામાં કોરોનાની એન્ટ્ર થઇ ગઇ છે. આવતીકાલથી એટલે કે સોમવારે શરૂ થઇ રહેલ ચોમાસા સત્ર શરૂ થાય તે પહેલા તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ ફરજીયાતનો આદેશ આપ્યો હતો. જેમાં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ધારાસભ્યના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

જેમાં લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમર, વ્યારાના ધારાસભ્ય પુના ગામિત, ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલનો આજે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બાયડના ધારાસભ્ય જશુ પટેલનો ગઇકાલે પોઝિટિવ આવ્યો હતો. તો સાણંદના ભાજપના ધારાસભ્ય કનુ પટેલનો પણ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ ધારાસભ્ય કાલથી શરૂ થતા ચોમાસા સત્રમાં હાજરી આપી નહી શકે.

સચિવાલયના દરેક કર્મચારીઓના કોરોના ટેસ્ટ થશે : નીતિન પટેલ

ગઇકાલે બાયડના MLA જશુ બારડનો પણ રિપોર્ટ આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સચિવાલયમાં કોરોના પગ પેંસારા મામલે ગઇકાલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સચિવાલયમાં હજારો કર્મચારી કામ કરે છે. સચિવાલયના દરેક કર્મચારીનો ટેસ્ટ કરાશે. આવતીકાલે ધારાસભ્યોના ટેસ્ટ કરવામાં આવશે. ધારાસભ્યો નેગેટિવ સર્ટિફેકેટ આધારે પ્રવેશ અપાશે. કન્ટેનમેન્ટ ઝોન મુદ્દે તેમણે કહ્યું હતું કે, એક કે બે કર્મચારી પોઝિટિવ આવે તો આખો વિભાગ બંધ ન થાય.

વિધાનસભા અને સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા અને સચિવાલયમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. આજે વિધાનસભામાં 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. તો કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ઓફિસમાં 3 કર્મચારીને કોરોના થયો છે. જ્યારે મંત્રી ઇશ્વર પટેલની ઓફિસમાં 2 કર્મચારીને કોરોના થયો છે. મહત્વનું છે કે, 21મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud