કુલ 135 ઉમેદવારે ભરેલા ફોર્મમાંથી 33 ફોર્મ રદ્દ થયા
19 ઓક્ટોબરે ફોર્મ પાછુ ખેચી શકાશે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 8 ખાલી પડેલી બેઠક પર પેટા ચુંટણી 3 નવેમ્બરના રોજ યોજાશે. જેને પગલે અત્યાર સુધી આ 8 બેઠક પર કુલ 135 ઉમેદાવારોએ ફોર્મ ભર્યા છે. આજે ચુંટણી વિભાગ દ્વારા ફોર્મની ચકાસણી કરવાનો અંતિમ દિવસ છે. અત્યાર સુધી 135 ઉમેદવારોમાંથી 33 ઉમેદવારોના ફોર્મ રદ્દ થઇ ગયા છે. આ 135 ઉમેદવારોમાંથી કોંગ્રેસ, ભાજપ અને રજિસ્ટર્ડ રાજકીય પાર્ટીના કુલ 27 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
મોરબીમાં સૌથી વધુ 20 ઉમેદવારો
એ ફોર્મ ભર્યાવિધાનસભાની પેટા ચુંટણી માટે 8 બેઠકમાંથી કુલ અત્યાર સુધી 102 ફોર્મ ભરાયા છે. જેમાં મોરબી જીલ્લો સૌથી મોખરે છે. મોરબી જીલ્લામાંથી અત્યાર સુધી સૌથી વધુ 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો કપરાડા વિસ્તારમાં સૌથી ઓછા 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ મુરલીક્રિશ્નએ જાહેર કરેલી આ આખરી યાદી પ્રમાણે મોરબી બેઠક પરથી 20, ધારી બેઠક પર 12, અબડાસા બેઠક પર 19, લીંબડી બેઠક પર 14, કરજણ બેઠક પરથી 11, ગઢડા બેઠક પર 13, ડાંગ બેઠક પર 9 અને કપરાડા બેઠક પર 4 ઉમેદવાર છે.
ફોર્મ પાછુ ખેચવાની અંતિમ તારીખ 19 ઓક્ટોબર
ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણી માટે અત્યાર સુધી કુલ 135 ફોર્મ ભરાયાં છે. 17 ઓક્ટોબરે આજે ફોર્મની ચકાસણી હાથ ધરાશે તેમજ 19 ઓક્ટોબરે ઉમેદવારો ફોર્મ પાછાં ખેંચી શકશે.
ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 53 અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યાં
ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠક પર પેટા ચુંટણી માટે છેલ્લા દિવસે 16 ઓક્ટોબરે કુલ 71 ફોર્મ ભરાયા. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોની સાથે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો સહિત કુલ 135 ફોર્મ ભર્યાં હતાં. હવે જોવાનું એ છે કે ફોર્મ ચકાસણી બાદ કેટલા ઉમેદવારો પોતાનું ફોર્મ પાછું ખેંચે છે. કારણ કે અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારો કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારોના મત વિસ્તારની ગણતરી બગાડી શકે છે.