• પેટા ચુંટણી માટે આજે સાંજે 5 વાગ્યી પ્રચાર પડઘમ થશે શાંત
  • ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી સોદાબાજી કરી ધારાસભ્યોને ખરીદે છેઃ અમિત ચાવડા
  • CR પાટીલ, CM રૂપાણી અને અમિત શાહ સામે મની લોંડરિંગનો કેસ કરવા અમિત ચાવડાનીં માંગ

ગાંધીનગર. ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચુંટણી નજીક આવી રહી છે ત્યારે તેને લઇને રાજકારણ વધુ ગરમાયું છે. ત્યારે આ ચુંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે 5 વાગ્યાથી શાંત થઇ જશે. 3 નવેમ્બર 2020 ના રોજ 8 બેઠકો માટે મતદાન થશે. તેવામાં ગુજરાત કોંગ્રેસે આજે પુર્વ ધારાસભ્ય સાથે કરેલ સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કરતા ગુજરાતનું રાજકારણ વધુ ગરમાયું છે.

ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદ કરીને ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપ પૈસા આપીને જનપ્રતિનિધીને ખરીદે છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છેકે, ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી સોદાબાજી કરી ધારાસભ્યોને ખરીદે છે. તો આ સાથે જ ગુજરાત કોંગ્રેસે સી.આર.પાટીલ અને અમિત શાહ સામે મની લોંડરિંગ અને ACB એક્ટ હેઠળ ગુનો નોંધાવાની માંગ પણ કરવામાં આવી છે.

અમિત ચાવડાએ ભાજપ પર સોદાબાજી કરવાનો આરોપ લગાવ્યો

અમતિ ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે CM વિજયભાઇ રૂપાણી વિજયભાઈ હોય કે ભાજપના નેતા હોય વારંવાર ભાષણ કરે છે કે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે. ધારાસભ્ય સાચવી શકતી નથી. પણ આજે અમે એક વીડિયો બતાવીએ છીએ જેમાં ભાજપનો ભ્રષ્ટાચારનો ચહેરો સ્પષ્ટ રીતે સામે આવ્યો છે. ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાથી કઇ રીતે જનપ્રતિનિધિઓ ખરીદવા સૌદાબાજી થાય છે. કઇ રીતે કરોડો રૂપિયાથી ધારાસભ્યોને ખરીદવામાં આવે છે તે ખ્યાલ આવે છે.

વીડિયોમાં CM રૂપાણી, સી.આર. પાટીલ અને અમિત શાહનો ઉલ્લેખઃ અમિત ચાવડા

પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અમિત ચાવડાએ કહ્યું કે, સ્ટિંગ ઓપરેશનના વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છેકે કઇ રીતે ભાજપે ધારાસભ્યો સાથે સોદાબાજી કરી છે. કરોડો રૂપિયા આપી રાજીનામા અપાવ્યા છે. આ સોદાબાજીમાં આખી પ્રક્રિયામાં ડીલ કરવામાં રાજ્યાના મુખ્યમંત્રી, રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને અમિત શાહ આ ત્રણેયના નામનો સ્પષ્ટ ઉલ્લેખ થયા છે.

CR પાટીલ સહીતના લોકો સામે મની લોંડરિંગનો કેસ કરવા અમિત ચાવડાનીં માંગ

અમિત ચાવડાએ કહ્યું કે “આ ભાજપ જનતાના વિશ્વાસને ખરીદવાનું કામ કરી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભાજપના રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને અમિત શાહ સામે ACB એક્ટ હેઠળ અને મનલોંડરિંગના કેસ દાખલ કરવા જોઇએ. તેમની તપાસ કરી, ભવિષ્યમાં આવું ન થાય એ માટે તાત્કાલિક તેમની સામે કાર્યવાહી થવી જોઇએ.”

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud