ગાંધીનગર. કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકારે ગુજરાતના સરકારી શિક્ષકો માટે સારા સમાચાર આપ્યા છે. સરકારના પરીપત્ર અનુસાર ગુજરાત બોર્ડની સરકારી સ્કુલોમાં દિવાળી વેકેશન 21 દિવસનું નક્કી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે દિવાળી વેકેશનને લઇને આ પહેલા અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા હતા. ત્યારે રાજ્ય સરકારે આજે તેની જાહેરાત કરી દીધી છે. સરકારના જણાવ્યા અનુસાર ગુજરાત શિક્ષણ બોર્ડની સ્કુલોમાં 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર 2020 સુધી એટલે કે 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. સરકારના પરીપત્રમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે આ વર્ષે સ્કુલમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાયા નથી. તેથી શાળામાં પ્રત્યક્ષ રીતે શૈક્ષણિક કાર્ય શરૂ થઇ શક્યું નથી. આ સંજોગોમાં વેકેશનલ સ્ટાફ માટે દિવાળી વેકેશનને લઇને સ્પષ્ટતા કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક વર્ષ 2020-21 માં શાળાઓમાં દિવાળી વેકેશન 29 ઓક્ટોબર 2020 થી 18 નવેમ્બર 2020 સુધી એટલે કે 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ ખાનગી શાળાઓમાં પણ સ્કુલો શરૂ કરવાને લઇને ઘણા સમયથી ઉગ્ર ચર્ચાઓ થઇ રહી છે. જેમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસામાએ એવા સંકેત આપ્યા હતા કે દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતી જોયા બાદ નિર્ણય લેવામાં આવશે. તો ખાનગી સ્કુલના સંચાલકો દિવાળી બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાના મુડમાં છે. ત્યારે મોટા ભાગના વાલીઓ કોઇ પણ ભોગે પોતાના બાળકોને હાલ સ્કુલે મોકલવા માટેના મુડમાં નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની સ્થિતી કેવી રહે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud