• મહેશ કનોડિયાનું લાંબી બિમારી બાદ થયું નિધન
  • 32 પ્રકારના અવાજમાં ગીત ગાવા માટે જાણીતા હતા
  • નાના ભાઇ નરેશ કનોડિયા હાલ કોરોના સંક્રમિત હોય હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગાંધીનગર. બોલીવુડ બાદ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમિતાબ ગણાતા નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે હવે તેમના જ મોટા ભાઇ અને સંગીતકાર અને પાટણના પુર્વ સાંસદ મહેશ કનોડિયાનું નિધન થયું ગયું છે.

મહેશ કનોડિયાનું ગાંધિનગર નિવાસ સ્થાને લાંબી બિમારી બાદ નિધન થયું છે. મહેશ કનોડિયા 83 વર્ષના હતા. મહેશ કનોડિયા ગુજરાતના મશહૂર સંગીતકાર (બન્ધુ બેલડી “મહેશ-નરેશ”) પૈકીના એક છે. તેઓ પોતાની “મહેશકુમાર એન્ડ પાર્ટી” દ્વારા પણ જાણીતા છે. મહેશ કનોડિયા સ્ત્રી તથા પુરુષના અવાજમા ગીતો ગાવા માટે પ્રખ્યાત છે, એમ તેઓ જુદાજુદા ગાયકોના (દા.ત. લતાજી, રફીસાહેબ, વગેરેના) 32 અવાજમા ગીતો ગાવા માટે પણ મશહૂર છે.

ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે ગરબા, લોકસંગીત, અને અન્ય ગેરફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તેમણે “અપૂર્વ કન્નસુમ” નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે.

નાના ભાઇ નરેશ કનોડિયા હાલ કોરના સંક્રમિત હોય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

મહેશ કનોડિયાના નાના ભાઈ નરેશ કનોડિયા કોરોના સંક્રમિત છે અને તેઓ અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. અત્યારે તેમની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે બે દિવસ પહેલાં તેમના મૃત્યુની અફવાઓ ઉડી હતી.

પોતાના ગામ કનોડા પરથી કનોડિયા અટક રાખી

મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ રાખી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વિગત મેળવી ત્યારે તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખવાનું તેમના પરિવારજનોએ નક્કી કર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud