જૂનાગઢ : નવલા નોરતામાં જૂનાગઢનાં ગિરનાર પર્વત પર કમંડળ કુંડ ખાતે મોરારીબાપુની રામકથાનું અનોખું આયોજન કરાયું છે. ત્યારે રામકથાના ત્રીજા દિવસે કથાકાર પૂજય મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી નીચે ઉતરી ડમરુ-કરતાલ સાથે માતાજીના ગરબા ગાઈ રાસ રમ્યા હતા. બાપુનાં કોઈ ભક્તએ તેમના દ્વારા રમાયેલ અનોખા ગરબાનો વિડીયો રેકોર્ડ કર્યો હતો. જે વિડીયો હાલ સોશિયલ મિડિયામાં ભારે વાયરલ થયો છે.
ગીરનારના કમંડળ કુંડ ખાતે ગઇકાલે ત્રીજા દિવસની રામકથામાં કથાકાર મોરારીદાસ હરીયાણીએ જણાવ્યું હતું કે, આપણા સાહિત્ય ગ્રંથોમાં સોળ શણગાર દર્શાવાયા છે. બાળા, કન્યાકુમારી, યુવતી, પત્ની, માતા, સૌભાગ્યવતી અને વિધવા સ્વરુપે માતૃ શરીરના સોળ શણગારનું સાહિત્યમાં દર્શન થાય છે. તેમાં સર્વ શ્રેષ્ઠ શણગાર શીલ છે, સામર્થ્યનો દુરુપયોગ કરે તે મૃત્યુલોક અને સદઉપયોગ કરે તે દેવલોકમાં જાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બીજની શોધ કરવી એ જ સાચી સાધના છે. તેમજ ગુરુકૃપાથી મૂળ શોધવું એ અધ્યાત્મ અને એ જ વિજ્ઞાન છે. ‘વ’ બીજનો પતો લાગી જાય તો જ હુંડી સ્વીકારાઈ ગયા પછી મુળને ભુલી જઇએ તો પછી ઝાડને પડતા વાર લાગતી નથી. ત્યારબાદ કથાની વ્યાસપીઠ ઉપરથી ઉતરી કથાકાર મોરારીબાપુ હરિયાણીએ ગરબા લીધા હતા.
photo courtesy – chitrakutdhamtalgajarda
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud