ભાવનગર : કોડિયાકના દરિયામાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા હતા. જેમા બે લોકોને તો સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા. પરંતુ અન્ય ત્રણની લાશ મળી હતી. તમામ એક જ પરિવારના હોવાનું તેમજ નિષ્કલંક મહાદેવનાં દર્શન બાદ દરિયામાં ન્હાવા પડતા મોજાના વહેણમાં તણાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
દુર્ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, આજે એક જ પરિવારનાં પાંચ સભ્યો નિષ્કલંક મહાદેવનાં દર્શને આવ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ દરિયામાં ન્હાવા પડતા અચાનક ડૂબવા લાગ્યા હતા. દરમિયાન આસપાસ રહેલા લોકોની નજર પડતા બુમાબુમ થઈ હતી. જેને પગલે આ પરિવારને બચાવવા સ્થાનિક તરવૈયાઓ પણ સમુદ્રમાં કૂદી પડ્યા હતા.
જો કે ભારે જહેમત બાદ તેઓ પરિવારનાં માત્ર બે લોકોને જ બચાવી શક્યા હતા. અને પિતા-પુત્ર-પુત્રી સહિત ત્રણનાં મૃતદેહો જ હાથ લાગ્યા હતા. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગનો કાફલો પણ દોડી ગયો હતો. હાલ પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. આ પરિવાર બાવળાનો હોવાનું સામે આવ્યું છે. અને મૃતકોની ઓળખ લાભુભાઈ રમતુંભાઈ નાયક,13 વર્ષીય પુત્ર જયેશ અને 17 વર્ષીય પુત્રી સરોજ તરીકે થઈ છે.