રાજકોટ. શહેરમાં ભાઈ-બહેનનાં અતિ પવિત્ર સંબંધને લાંછન લગાવનારી ઘટના સામે આવી છે. જેમાં વિધવા બહેનને ડરાવી-ધમકાવી સગા ભાઈએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં કોઈને કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આ નરાધમ ભાઈ આપતો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે ગણતરીની કલાકોમાં જ પોલીસે આ કળિયુગી ભાઈ ભૂપત ધોળકિયાને જેલનાં સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ભૂપત નાનજીભાઈ ધોળકિયા નામનો શખ્સ શહેરનાં ગોકુલધામ નજીકનાં ગોકુલનગર-3માં રહે છે. 16 વર્ષ પહેલાં જ ભૂપતની સગી બહેનનાં પતિનું અકાળે અવસાન થયું હતું. અને બહેન પોતાના પિયર પરત આવી ગઈ હતી. બાદમાં આ નરાધમ ભાઈએ એક રાત્રે સૌપ્રથમ ભાઈ-બહેનનાં સંબંધને લાંછન લગાવ્યું હતું.

બાદમાં આ સિલસિલો કાયમી બની ગયો હતો. અને પોતાની બહેનને જાનથી મારવાની ધમકી આપી આ નરાધમ ભાઈ તેની ઈજ્જત લૂંટતો રહ્યો હતો. 16-16 વર્ષ સુધી આ અત્યાચાર સહન કર્યા બાદ આખરે હવે બહેને હિંમત કરીને આ સમગ્ર મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ ત્વરિત કાર્યવાહી કરી પોલીસે રાવણ કરતા પણ ખતરનાક રાક્ષસ ભૂપતને ઝડપી પાડીને વધુ તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud