રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. જેમાં સિક્યુરિટી સ્ટાફનાં જવાનો માસ્ક વિના ઓપીડી વિભાગમાં ફરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેને પગલે લોકોમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. તેમજ ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ પર કોઈપણ કંટ્રોલ ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિક્યુરિટી તરીકે ફરજ બજાવી રહેલા જવાનો માસ્ક પહેરવાની બદલે હાથમાં રાખીને ફરી રહ્યા છે. અંદરોઅંદર વાતો કરતા આ જવાનો પોતે તો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા છે. સાથે જ લાઈનમાં રહેલા દર્દીઓ વચ્ચે ડિસ્ટન્સ જાળવવાનો કોઈ પ્રયાસ પણ તેમના દ્વારા કરવામાં આવતો નથી. આ જવાનો ફરજ પર નહીં પણ ફરવા આવ્યા હોય તેવું વિડીયો જોતા લાગી રહ્યું છે.
https://youtu.be/pfbEKGlUZZI
ઉલ્લેખનીય છે કે, એકતરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. અને રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હોઈ દરરોજ હજ્જારો દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે. જેને લઈ ઓપીડી વિભાગમાં દર્દીઓનો સતત ધસારો હોય છે. આવા સમયે આ ગંભીર બેદરકારી તંત્રના બધા પ્રયાસો પર પાણી ફેરવે તેવી પુરી સંભાવના છે. ત્યારે માંડ થોડું ઓછું થયેલું કોરોનાનું સંક્રમણ ફરી વધે તો પણ નવાઈ નહીં.