રાજકોટ : ગોંડલ તાલુકાનાં નાના એવા વેકરી ગામમાં ફિલ્મી ઢબે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં 25 લાખની વીમા પોલીસી તેમજ જમીનની લાલચમાં જ પત્નીએ ભાઈ સાથે મળી ફિલ્મી ઢબે પતિ સહિત કાર ચાલકની પણ હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ પણ ગઈ છે. જો કે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે મૃતકનાં સાળાને તો ઝડપી લીધો છે. પરંતુ લાલચી પત્ની પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહેતા પોલીસે તેણીને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ જુનાગઢનાં રમેશભાઈ  કલાભાઇ બાલધા તેની પત્ની મંજુ ઉર્ફ મરીયમ તથા સાળો નાનજી ઉર્ફ નાશીર ભીમાએ ત્રણ દિવસ પહેલાં ચોટીલા ચામુંડા માતાનાં દર્શન કરવાનું નક્કી કર્યું હતું. અને જુનાગઢનાં અશ્વિન પ્રેમજીભાઇ પરમારની કાર ભાડે કરી ચોટીલા ગયાં હતાં. જો કે ત્યાંથી પરત ફરતી વખતે મંજુ ઉર્ફ મરીયમ ગોંડલ ઉતરી ગઇ હતી. અને મંજુના ભાઇ નાનજી ઉર્ફ નાશીરે ડ્રાઇવર અશ્વિનભાઈને કાર વેકરી તરફ લેવાં જણાવ્યું હતું.
પૂર્વ આયોજીત કાવત્રા મુજબ રસ્તામાં નાનજી ઉર્ફ નાશીરે પોતાનાં બનેવી રમેશભાઈ તથા કાર ચાલક અશ્વિનભાઈને ખૂબ દારૂ પિવડાવ્યો હતો. અને બંને ચિક્કાર નશામાં ધૂત થયા બાદ વેકરી નજીક ડેમ પાસે કાર રોકાવી હતી. બાદમાં અર્ધબેહોશ રમેશભાઈ અને અશ્વિનભાઈને કારમાં જ બેસાડી કારને પુલ નીચે ધક્કો મારી દીધો હતો. જેમાં કાર વીસેક ફુટ ઉંડા પાણીમાં ગરક થતાં રમેશભાઈ અને અશ્વિનભાઈનું મોત થયું હતું.
બે-બે લોથ ઢળ્યા બાદ નાનજી ઉર્ફ નાશીર જાણે કાંઈ બન્યું ન હોય તેમ ગોંડલથી બહેન મંજુને લઇ જુનાગઢ પરત ફર્યો હતો. એટલું જ નહીં ભાઈ-બહેને રમેશભાઈ 3 દિવસથી લાપતા હોવાની ફરિયાદ પણ જુનાગઢમાં નોંધાવી હતી. બીજીતરફ કારચાલક અશ્વિનભાઇ ભાડું બાંધી ચોટીલા ગયા બાદ પરત નહીં ફરતાં તેનાં પરીવારે પણ જુનાગઢ પોલીસમાં જાણવા જોગ ફરીયાદ કરતાં પોલીસે તપાસ એલસીબીને સોંપી હતી.
જૂનાગઢ એલસીબીની તપાસમાં રમેશભાઈની પત્ની મંજુ ઉર્ફ મરીયમ તથાં તેનાં ભાઇ નાનજી ઉર્ફ નાશીરે બંને હત્યાઓને અંજામ આપ્યાનું ખુલ્યું હતું. સાથે જ રમેશભાઈની જમીન તથાં વિમા પોલીસી હડપ કરવા આ કારસો રચ્યો હોવાનો પણ ખુલાસો થતા પોલીસે મૃતકનાં સાળાની ધરપકડ કરી ગોંડલ પોલીસને સોંપી દીધો છે. જો કે હત્યાના કાવરતાંની મુખ્ય ભેજાબાજ પત્ની હજી પોલીસની પકડથી દૂર છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !