મોરબી : પેટાચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો સહિત નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે નગરપાલિકાનાં પ્રમુખ કેતનભાઈ વિલપરા, આઠ સભ્યો સહિત 100 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આ અંગે એક પોસ્ટ મૂકી છે. જેમાં લખ્યું છે કે, જાય તેને જવા દો, સત્તા અને રૂપિયા પાછળ ગાંડા છે જે મને નહીં ફાવે. હાર્દિકની આ પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે.
ભાજપનો ભગવો ધારણ કરનારાઓમાં નગરપાલિકાનાં જયદીપસિંહ રાઠોડ, અરુણાબા જાડેજા, બિપીનભાઈ દેત્રોજા, નવીનભાઈ ઘુમલીયા, અશોકભાઈ કાંજીયા, જીતેન્દ્રભાઈ ફેફર અને ઈદરીશ જેડા સામેલ છે. સાથે 100 જેટલા કાર્યકરોએ પણ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ તકે વધુ એકવાર સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનાં લીરેલીરા ઉડયા હતા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ટિકિટના પ્રબળ દાવેદાર ચીખલિયાએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે પણ ભાજપનાં નેતાઓએ કોરોનાની ગાઈડલાઈન્સ પોતાને લાગુ પડતી ન હોય તેમ નિયમોનો ઉલાળીયો કર્યો હતો. સામાન્ય લોકો સામે દંડો પછાડતી પોલીસે અહીં ચૂપચાપ રહેવાનું જ પસંદ કર્યું હતું.