રાજકોટ : પોલીસ દ્વારા વિદેશી દારૂ અંગે કડક ચેકીંગ શરૂ થતાં લોકો અન્ય નશાની વસ્તુઓ તરફ વળ્યા છે. અને ગાંજો, ચરસ, સહિતનાં માદક પદાર્થોનો વેપલો વધી રહ્યો છે. ત્યારે શુક્રવારે સાંજે પોલીસે રાજકુમાર કોલેજ નજીકથી એક રિક્ષાચાલકને રૂ.99 હજારની કિંમતના 9.900 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. અને રિક્ષા સહિત કુલ રૂપિયા 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ, રાજકુમાર કોલેજથી ઉમરભાઇ બાંભણિયા માર્ગ કોલેજવાડી નજીકથી એક રિક્ષા માદક પદાર્થ સાથે પસાર થવાની છે. તેવી હકીકત મળતાં એસઓજીના સ્ટાફે વોચ ગોઠવી હતી. અને નિયત નંબરની રિક્ષા પસાર થતાં તેનો પીછો શરૂ કર્યો, રિક્ષામાં કાળા કલરનો શંકાસ્પદ થેલો દેખાતાં અટકાવી તલાશી લેતા રૂ.99 હજારની કિંમતનો 9 કિલો 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને રિક્ષા સહિત કુલ રૂ.1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષાચાલક ગવલીવાડમાં રહેતા આશિફ ઇબ્રાહીમ થેબેપોત્રાની અટકાયત કરી છે.
પ્રાથમિક તપાસમાં આશિફ થેબેપોત્રા ગુરુવારે એસ.ટી. બસથી સુરત ગયો અને સુરતથી જથ્થો લઇ ખાનગી વાહનમાં રાજકોટ આવ્યો હતો. બાદમાં રાત્રે ગાંજાનો જથ્થો ઘરે રાખીને શુક્રવારે ગાંજો મંગાવનારને આપવા જતો હતો તે પહેલા પોલીસ પહોંચી ગઇ હોવાનું સામે આવ્યું છે. જો કે રાજકોટના ક્યા શખ્સે આ ગાંજો મગાવ્યો હતો? તેમજ આશિફ અગાઉ કોઇ ગુનામાં સંડોવાયો છે કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.