વડોદરા. ભારત મોબાઇલ ગેમ યુઝર્સ મામલે માર્કેટમાં ટોપ 5 માં સ્થાન ધરાવે છે. ભારતમાં સસ્તી ઇન્ટરનેટ સેવાઓ અને સ્માર્ટ ફોન ધારકોની સંખ્યા વધારે હોવાને કરાણે મોબાઇલ ગેમીંગ ખુબ જ ઝડપથી વિકસી રહ્યું છે. મોબાઇલ ગેમીંગ અંગે આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓપન સિગ્નલ દ્વારા ભારતમાં ટાયર - 1 અને ટાયર - 2 સીટીમાં યુઝર્સ અંગે રસપ્રદ સરવે કરવામાં આવ્યો હતો. દેશભરમાં 48 શહેરોના મોબાઇલ ગેમર્સ પર કરવામાં આવેલા સરવેમાં વડોદરા દેશમાં ત્રીજા ક્રમાંકે અને રાજ્યમાં બીજા ક્રમાંકે આવ્યું હતું.
ઓપન સિગ્નલ દ્વારા મોબાઇલ ગેમર્સ પર એક રસપ્રદ સરવે હાથ ધર્યો હતો. સરવેમાં મોબાઇલ ગેમ રમવાના અનુભવને લગતા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. દેશના અલગ અલગ 48 શહેરોના મોબાઇલ યુઝર્સ પર કરવામાં આવેલા સરવેમાં વડોદરાનો રાજ્યમાં બીજો અને દેશમાં ત્રીજો ક્રમાંક આવ્યો હતો. સરવેના પરિણામમાં ચાર્ટમાં ટોપ પર આવનારા શહેરો પશ્ચિમ ભારતમાં આવતા રાજ્યોમાંથી વધારે હોવાનું પરિણામ પર જોઇ શકાય છે.
ઓપન સિગ્નલના સરવેનો સાયબર એક્સપર્ટ દ્વારા એનાલીસીસ રિપોર્ટ
રીપોર્ટનો એનાલીસીસ કરી સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, ગેમ રમવા માટે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ, પેકેટ લોસ અને જીટર મહત્વના મુદ્દાઓ છે.
યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ એક ટ્રાન્સપોર્ટ લેયર કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે, જેને કનેક્શન લેસ પ્રોટોકોલના નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ ડેટા ટ્રાન્સફર થતો હોય ત્યારે કોઈપણ પ્રકારનું કનેક્શન મોકલનાર અને મેળવનાર વચ્ચે ઉદભવ કરતો નથી. પરિણામે ડેટા નું વહન ઝડપથી થાય છે, અને વચ્ચે કોઈપણ પ્રકારનું વિઘ્ન આવતું નથી. પેકેટ લોસ એ ડેટા પેકેટ્સની માત્રા સૂચવે છે. જે તેમના લક્ષ્ય સુધી ક્યારેય પહોંચતા નથી. ઓનલાઇન ગેમિંગ દરમિયાન તે સમસ્યા નહિવત્ પ્રમાણમાં જોવા મળી રહી છે. લેટન્સી એક બીજું આધારભૂત પરિબળ છે.
ઓનલાઇન ગેમીંગમાં જેટલી ટેલન્સી ઓછી હશે તેટલો ગેમરને real-time અનુભવ પ્રાપ્ત થશે અને વધુ સારી રીતે ગેમ રમી શકશે. જીટર નો ઉપયોગ ડેટા ટ્રાન્સમિશન દરમિયાન એક ચોક્કસ પ્રકારનો અવરોધ ઉભો કરવા માટે કરવામાં આવે છે. જ્યારે કોઈ ગેમ રમનાર અને ઉપરના ત્રણ પરિબળો પ્રાપ્ત થઈ જાય તો એ બહુ સારી રીતે ગેમ રમી શકશે, આભાસી વિશ્વને હકીકત વાળું વિશ્વ સમજતો થઈ જાય છે. આભાસી વિશ્વમાં ગળાડૂબ અથવા ઓતપ્રોત થઈ જાય છે.
આભાસી દુનિયામાં ખોવાઇ જતા બાળકોને અટકાવવા જરૂરી, પેરેન્ટ્સ સતર્ક બને
ઇન્ટરનેટ અને હાઇ એન્ડ સ્માર્ટ ફોનના કારણે બાળકો ગેમીંગ તરફ આસાનીથી વળી રહ્યા છે. વડોદરામાં રાજ્યના બીજા અને દેશમાં ત્રીજા નંબરના મોબાઇલ ગેમ યુઝર્સ સારો અનુભવ ધરાવે છે. તેવા સંજોગોમાં પેરેન્ટ્સે વધારે સતર્ક બનવાની જરૂર છે. બાળકોને ગેમ રમવા માટે એક નિશ્ચિત સમય આપવો જોઇએ. ગેમીંગ બાળકોના કેરીયરમાં બાધારૂપ બની શકે છે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે. જે માટે તેમને અગાઉથી જ તૈયાર કરવા જોઇએ. - મયુર ભુસાવળકર, સાયબર એક્સપર્ટ
[caption id="attachment_6290" align="aligncenter" width="1498"] ઓપનસિગ્નલ એજન્સી દ્વારા કરવામાં આવેલા સરવે રિપોર્ટનું પરિણામ[/caption]