વડોદરા. લગ્નના શરૂઆતના સમયમાં બધુ સારુ ચાલ્યા બાદ સાસરીયાઓ દ્વારા વહુ સાથે મરજી વિરૂદ્ધ પાર્ટીમાં મટન અને દારૂ પીરસવાવવામાં આવતું હતું. પત્ની બિમાર હોવા છત્તા તેના પતિએ તેની સાથે મરજી વિરૂદ્ધ શારીરીક સંંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તેનું સ્ત્રીધન આચકી લઇ તેને પિયરમાં મુકી આવ્યા હતા. ત્રાસેલી મહિલાએ આખરે તેના સાસરીયાઓ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કુમકુમ (નામ બદલ્યું છે)ની સગાઇ એક વર્ષ પહેલા કમલકાંત રોહિતકુમાર પટેલ સાથે થઇ હતી. લગ્ન બાદ કુમકુમને બે મહિના જેટલા સમય સુધી સાસરીયાઓએ સારી રીતે રાખી હતી. ત્યાર બાદ તેના જીવનમાં અનેક એવા પ્રસંગો બન્યા જ્યાં તેણે પિયરમાં કદી ન કર્યું હોય તેવું કામ કરવું પડ્યું હતું.
લગ્ન બાદ કુમકુમને પાર્ટીમાં મટન અને દારૂ પિરસવાનું કામ કરાવતા
પોલીસ ફરિયાદ મુજબ, કુમકુમના પિયરમાં ક્યારે પણ મટન અથવા દારૂનું સેવન કરવામાં આવતું ન હતું. પરંતુ લગ્ન બાદ સાસરીયાઓને મટન ખાવા અને દારૂ પીવાની ટેવ હોવાને કારણે કુમકુમને બહાર દુકાનમાંથી મટન લાવવા મોકલતા હતા. એટલું જ નહિ સાસરીયાઓની મિત્રો સાથેની પાર્ટીમાં કુમકુમને મટન અને દારૂ પિરસવાનું કામ બરજબરી પુર્વક કરાવવામાં આવતું હતું. પોતાનો સંસાર ન બગડે તે માટે પિયરીયાઓને જાણ કર્યા વગર કુમકુમ કામ કરતી રહી હતી.
પતિના બેફામ વ્યવહાર અંગે ફરિયાદ કરી તો જબાવ મળ્યો કે, ન ફાવે તો ચાલવા માંડ
પતિ કમલકાંત હાલોલ પોલીકેબ વાયર કંપનીમાં સિનિયર એન્જિનીયર તરીકે કામ કરતો હતો. નોકરી પરથી પરત આવ્યા બાદ કમલકાંત પગના ગંદા મોજા પત્ની કુમકુમને સુંઘાડતો હતો. અને ઘરના સભ્યોની હાજરીમાં નિર્વસ્ત્ર થઇને નાચકુદ કરતો હતો. આ અંગે સાસુને ફરિયાદ કરતા જવાબ મળ્યો હતો કે, મારો છોકરો નાગો છે અને નાગો રહેશે. ન ફાવે તો ચાલવા માંડ તેમ કહેતા હતા. જો કુમકુમે કોઇની સાથે ફોન પર વાત કરવાની હોય તો કમલકાંત કોન્ફરન્સ કોલ કરાવતા હતા અને ફોન પતી ગયા બાદ પછી પણ ફોન ચાલુ રખાવતા હતા.
પતિના લગ્નેત્તર સંબંધની ગંભીર ફરિયાદ કરતા વાતને હસવામાં કાઢી નાંખી
પતિ કમલકાંતે બેડરૂમમાં પણ કુમકુમને સેક્સ્યુલી હેરેસમેન્ટ કરતો હતો. કમલકાંતની સુરત ખાતે ગર્લ ફ્રેન્ડ રહે છે. તેની સાથે મોડી રાત સુધી વાતો કરતો હતો. પિયરીયાની આબરૂ ન જાય તે માટે કુમકુમે વાત છુપાવી હતી. પરંતુ આ અંગે સાસુ, સસરા અને નણંદને વાત કરતા જવાબ મળ્યો કે, આધુનિક યુગમાં આવુ બધું ચાલ્યા કરે. તેમાં કંઇ વિરોધ કરવાનો ન હોય. તેમ કહી કુમકુમની ફરિયાદને હસવામાં કાઢી નાંખવામાં આવી હતી.
મારી અંતરંગ ચેટની જાણ કેમ કરી તેમ કહી કમલકાંત કુમકુમને શારીરીક-માનસીક ત્રાસ અપાતો
કુમકુમને કમલકાંત કહેતો કે તને કોરોના થઇ જાય તો મારો રસ્તો ખુલ્લો થઇ જાય. તથા ઘણી વખત બુલેટ તથા કારમાં બેસાડીને ભયજનક રીતે વાગહન ચલાવતો હતો. અને આનંદ મેળવતો હતો. તેની સાથે તુ મારા મમ્મી પપ્પાને અંતરંગ ચેટની વાતો કેમ કહી તેમ કહી શારીરીક અને માનસીક ત્રાસ આપતો હતો. આ અંગે સસરાને જાણ કરતા જવાબ મળ્યો કે, આવું તો ચલાવવું જ પડશે.તેની સાથે પતિ દ્વારા કિયા સેલ્ટોઝ કારની માંગણી કરવામાં આવી હતી તથા કુમકુમના પિતાની જમીનમાં થોડી જમીન ખાતેદાર બનવા માટે માંગણી કરી હતી.
આખરે 26-08-2020 ના રોજ કમલકાંતે કુમકુમ સાથે ઝગડો કરીને તેના તમામ ઓરીજીનલ સર્ટિફીકેટ, અને સ્ત્રીધન આચકી લીધું હતું અને તબિયત ખરાબ હોવા છત્તા કારમાં બેસાડીને કુમકુમને પહેરાલા કપડે તેના પિયરમાં મુકી આવ્યા હતા.
કુમકુમને વાંઝણી કહીને ભુવાઓ પાસેથી મંગાવેલી પડીકીઓ દુધ અને જ્યુસમાં ભેળવીને જબરદસ્તી પીવડાવવામાં આવતી હતી. કુમકુમ ભગવાનની પુજા કરે તો સાસરીયા તેને કહેતા કે અમે જીવતા જાગતા સાચા ભગવાન છે. તું અમારી સેવા પુજા કર. અનેક રીતે કુમકુમને ત્રાસ આપતા કમલકાંત રોહિત કુમાર પટેલ , રોહિતકુમાર માધવભાઇ પટેલ , મીનાબેન રોહિત કુમાર પટેલ , ધૃતિબેન રોહિત કુમાર પટેલ , શાંતાબેન માધવભાઇ રોહિત વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.